________________
૧૦૭
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રા.
ગવડ થાય તે પણ અસત્ય વચન તા મેલવું જ નહિ-અને આ પ્રમાણે જે હુકમ સત્ય ધર્મ કરે છે તેને મહા મુનિએ અક્ષરશઃ પાળે છે.
૮. શૌચ. “ એ યતિધર્મ યુવરાજની પાસે જે આઠમા માણસ દે ખાય છે તે શૌચના નામથી જાણીતા છે. તે પ્રાણીઓને માહ્ય અને આંતર પવિત્રતા રાખવાના ઉપદેશ આપે છે. બેંતાળીશ દોષરહિત આહાર લેવા વિગેરે બાહ્ય અથવા દ્રવ્ય શૌચ કહેવાય છે અને કષાયરહિત થઇ શુદ્ધ અધ્યવસાય દ્વારા સારા પરિણામ રાખવા તેને ભાવ અથવા આંતર શૌચ કહેવામાં આવે છે. મન વચન કાયાનેપવિત્ર રાખવાં, દોષરહિત ચારિત્ર પાળવું અને કોઇની દીધા વગરની વસ્તુ કાંઇ પણ લેવી નહિ એને સમાવેશ પણ આ શૌચ ધર્મના ઉપદેશમાં થાય છે. આ શૌચના આ દેશ પણ મુનિમહાત્માએ ઉપાડી લેછે.
૯. આઈચન્ય. “ ત્યાર પછી નાના બાળકના આકારને ધારણ કરનાર જે નવમે પુરૂષ યતિધર્મના પરિવારમાં જણાય છે તેનું નામ આક્રિંચન્ય ( અકિંચનપણું ) છે. એ મુનિઓને અહુ જ વહાલા લાગે છે. એ માહ્ય અને અંતરની સર્વે ખમતામાં શાંતિ અપાવે છે અને ઉકળાટ માત્ર મટાડી દે છે અને મુનિઓને અત્યંત સ્ફટિક જેવી નિર્મળ સુંદરતા પ્રાપ્ત કરાવે છે. (એને ‘નિષ્પરિગ્રહ'ના નામથી પણ એળખવામાં આવે છે. બાહ્ય પરિગ્રહ ધન, ધાન્ય, ખેતર, મકાન, રૂપું, સેાનું, અન્ય ધાતુઓ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારે છે અને આંતર પરિગ્રહમાં કષાય અને બીજા મનેાવિકારોના સમાવેશ થાય છે. એ માહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગ કરવા એ સાધુઓનું પાંચમું મહાવ્રત છે. કોઇપણ વસ્તુ ઉપર મૂર્છા કરવી, તેનાપર સ્વામીત્વ ભાષ રાખવા તે સર્વને પરિગ્રહમાં સમાવેશ થાય છે અને સાધુએ એના સર્વથા ત્યાગ કરે એવા ઉપદેશ આ નવ મનુષ્ય આપે છે. )
૧ શૌચઃ અતિચારરહિત સંયમનું પાળવું તે શોચ. શૌયક્રમ निरुपलेपतानिरतिचारतेत्यर्थः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org