________________
ચારિત્રધર્મરાજ. ચતુર્મુખ રાજાધિરાજ,
પ્રકર્ષનું તત્ત્વચિંતવન પૂરૂ થતાં તેણે મામાને રાજાનું વર્ણન કરવા વિજ્ઞપ્તિ કરી એટલે બુદ્ધિદેવીના ભાઈએ વાર્તા આગળ ચલાવી.
પ્રકરણ ૩૪ ૩
“ ભાઈ પ્રકર્ષ! આ રાજા જે અહીં દેખવામાં આવે છે તે લેક્રોમાં ચારિત્રધર્મના નામથી સારી રીતે પ્રસિદ્ધ છે; તે રાજા જાતે ઘણા સારો ભલે અને આનંદ આપનાર છે, એ રાજામાં અનંત શક્તિ છે, તે જગતનું હિત કરવામાં ઘણા તત્પર છે, તેના ભંડાર ભરપૂર છે, તેની સજા કરવાની પદ્ધતિ પણ સાધનથી ભરપૂર છે, તે વિચારપૂર્વક સમજવા ચેાગ્ય છે, તે સર્વ ગુણેાની ખાણુ છે અને હુ જાણીતા છે. એ રાજાને તું બરાબર ધારી ધારીને જોઇ લે. એનાં ચાર મુખ દે ખાય છે. એ ચારે મુખનાં નામ કયાં કયાં છે અને તેઓની શક્તિ કેટલી છે તે હું હવે તને કહું છું તે ધ્યાન રાખીને સાંભળ. એ ચારે સુખને અનુક્રમે ૧ દાન ૨ શીલ ૩ તપ જ ભાવ કહેવામાં આવે છે. હવે એ ચારે મુખાનું કાર્ય તને કહી સંભળાવું.
૧૦૫૯
૧. દાનમુખ. “ એ ચારમાં પેહલું દાનમુખ છે. એ માહરાજાના નાશ કરવા માટે જૈનપુરમાં વસતા પાત્રોમાં સત્ય જ્ઞાનને ફેલાવા કરે છે અને આખા જગતને ઘણું જ વહાલું લાગે તેવું અભય સર્વત્ર ફેલાવે છે. વળી તેજ મુખ કહે છે કે જે પ્રાણીએ વિશુદ્ધ ધર્મના આધારભૂત શરીરને સહાય કરનાર હાય તેને જરૂરી વસ્ત્ર પાત્ર આહાર વિગેરે ઉપયોગી ચીત્તે આપે. વળી હૃદયમાં દયા આવવાથી કોઇ ગરીબ દુ:ખીને અથવા આંધળા પાંગળા અથવા શરીરની ખેડવાળાને અથવા દીનને આહારવિગેરે આપવાની મામતમાં આ દાનમુખ નિષેધ કરતું નથી. બાકી કેટલાક લોકો
૧ જ્ઞાનદાનને આ વિષય છે.
૨ અભયઃ ભયરહિતપણું, કોઇના નારા, ખૂન કે મરણ ન થાય, જીવન વધે તેને અભય કહેવામાં આવે છે. આ અભયદાન પ્રથમ વ્રતમાં મુખ્ય ભાગ અજાવે છે.
૩ સુપાત્ર. યાગ્ય પ્રાણીને જરૂરીઆતા પૂરી પાડવી તે સુપાત્રદાન છે. તેમાં મેાજમજાની વસ્તુનો સમાવેશ થતા નથી. આ ત્રીજે દાનનેા પ્રકાર છે,
Jain Education International
૪ ચોથા પ્રકારના દાનને અનુકંપાદાન કહે છે. કોઇને જોઇને દયા આવવાથી વસ્તુ આપવી તેના અહીં સમાવેશ થાય છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org