________________
૧૦૬૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ તે ઘણાખરા તેને ઓળખતા પણ નથી અને કેટલાક ઓછા પુણ્યવાળા પ્રાણુઓ હોય છે તે તો તેને ઓળખીને પણ તેની નિંદા કરે છે. આવી રીતે ભાઈ પ્રક! તારી પાસે ચારિત્રધર્મરાજનાં દાન શીલ તપ અને ભાવ રૂપ ચારે મુખનું વર્ણન કર્યું. એ દ્વારા રાજાનું પણું વર્ણન કર્યું. હવે એ રાજાના પરિવાર સંબંધી કેટલીક ઉપયોગી હકીકત તને નિવેદન કરું છું. વિરતિ દેવી,
ભાઈ પ્રક! ચારિત્રરાજની સાથે તેના અરધા આસન ઉપર બેઠેલી સર્વ અંગે અત્યંત સુંદર, સર્વ પરિમિત અવયવવાળી શુદ્ધ સ્ફટિક જેવી તદ્દન નિર્મળ સ્ત્રી દેખાય છે તે એ ચારિત્રધર્મરાજની વિરતિ નામની રાણી છે. જેવા રાજામાં અનેક ગુણો છે તેવા અને તેટલા જ ગુણે વિરતિ રાણમાં છે. એ લેકમાં સર્વને અત્યંત આનંદ આપનારી છે, મેક્ષનો (નિવૃતિ નગરીને) માર્ગ બરાબર બતાવનારી છે અને જ્યારે ચારિત્રરાજની સાથે તે પણ એકતા પામેલી હોય છે ત્યારે તે અને રાજા જાણે એક બીજાથી જરા પણ જાદા ન જ હોય તેવા દેખાય છે.
ચારિત્રરાજનાં પાંચ મિત્રો, “એ ચારિત્રરાજની પાસે જે પાંચ માણસે બેઠેલા દેખાય છે તે ચારિત્રરાજના ખાસ અંગભૂત મિત્ર છે.
એ પાંચમાં પ્રથમ મિત્ર છે તેનું નામ સામાયિક કહેવામાં આવે છે. એ જૈનપુરમાં સર્વ પાપથી નિરંતર વિરતિ કરાવ્યા કરે છે.
૧ ચારિત્રરાજને પરિવાર અહીથી ચારિત્રરાજના પરિવારની હકીક્ત શરૂ થાય છે. આ પ્રકરણમાં દેવી વિરતિ રાણું અને પાંચ મિત્ર વર્ણવાશે, આવતામાં યુવરાજ અને ફટાયા કુંવર અને પુત્રવધૂઓ વર્ણવાશે અને તે પછીના પ્રકરણમાં બાકીના પરિવાર વર્ણવાશે.
૨ વિરતિઃ કોઈ પણ બાબતનો નિયમપૂર્વક ત્યાગ કરે તેને વિરતિ કહેવામાં આવે છે. એ જેન પારિભાષિક શબ્દ છે. સાધુ સર્વથા ત્યાગ કરે છે તેને સર્વવિરતિ કહેવામાં આવે છે, ઓછો ત્યાગ હદ મર્યાદા અને અપવાદ સાથે ગૃહસ્થ કરે છે તેને દેશવિરતિ કહેવામાં આવે છે. ૩ મહારાજાના સાત રાજમિત્રો હતા તેની હકીકત પૃ. ૮૯૮ થી ૮૯૨ સુધી
તેની સાથે આ હકીકત સરખાવવા યોગ્ય છે, ૪ સામાયિક બે ઘડિ અથવા તેથી વધારે વખત સંસારના સર્વ ભાવો મર્યાદા પ્રમાણે ત્યાગ કરી જ્ઞાનધ્યાનમાં વખત કાઢો તે “સામાયિક કહેવાય છે. એમાં સર્વ સાવધ યોગની મન વચન કાયાથી વિરતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org