________________
ચારિત્રધર્મરાજ.
૧૦૬૩
નિરંતર ચાલ્યા જ કરે છે અને તે દ્વારા પ્રાણી કર્મથી ભારે થતા જાય છે (આશ્રવભાવ); કોઇ કોઇ પ્રાણી કર્મથી નિવૃત્તિ પામવાને વિચાર કરે છે તે યતિધર્મ, ભાવનાઓ, પરીષહ, અષ્ટ પ્રવચનમાતા, ઇત્યાદિદ્વારા આવતાં કર્મોને રાકે છે . ( સંવરભાવના ), બાર પ્રકારના તપદ્વારા અગાઉ આંધેલાં કૌ આત્મપ્રદેશથી ભાગવ્યા વગર ખરી જાય છે અને તેવી રીતે પ્રાણી કર્મના હલ્લાથી મોટી રાહત મેળવે છે ( નિર્જરા ભાવના ); પ્રાણીએ આ સંસારમાં સર્વ સ્થાનકે મરણ પામેલા છે, જન્મ પામેલા છે અને આ દુનિયામાં જેટલા રૂપી દ્રવ્યો છે તે સર્વ તેણે એક યા બીજા આકારમાં અનેકવાર ભાગવ્યા છે છતાં એને સંસારભ્રમણુથી થાક લાગ્યા નથી, ભક્ષણ કરવાની બાબતમાં કંટાળા આયે। નથી, સંસાર તેને કડવા લાગ્યા નથી ( લેાકસ્વભાવભાવ ); આ સંસારસમુદ્રથી તારવાને વાસ્તે કોઇ પણ ખરેખરો શક્તિમાન હોય તે તે તીર્થંકર મહારાજે બતાવેલ સ્યાદ્વાદરૌલીયુક્તશ્રી જૈનધર્મ છે (ધર્મભાવના ); પરંતુ એ ધર્મપ્રાપ્તિને યોગ્ય સામગ્રી આ સંસારચક્રમાં પ્રાણીને મળવી ઘણી જ મુશ્કેલ છે, મળે તેા આળખવી મુશ્કેલ છે અને આળખાય તેા આદરવી મુશ્કેલ છે ( એધિદુર્લભભાવ ). આ ભાવમુખના હુકમ પ્રમાણે જે શ્રદ્ધાવાન વિશુદ્ધ બુદ્ધિશાળી પ્રાણીએ આ અને એવી એવી બીજી ભાવનાએ ભાવે છે તે ખરેખરા ભાગ્યશાળી છે અને તે સાચા શાણા છે. ચારિત્રધર્મરાજાનું આ ચેાથું મુખ ઘણું સુંદર છે, એના દર્શનથી ઘણા આનંદ થાય તેમ છે અને સ્વાભાવિક રીતે પેાતાની પ્રકૃતિથી તે સર્વને અપૂર્વ માનંદ આપે તેવું છે.
“ આ રીતે એ મહારાજા ચારિત્રધર્મ આ પેાતાનાં ચારે મુખોથી નગરવાસી જનાને સર્વ પ્રકારનાં સંપૂર્ણ સુખા આપે છે અને આનંદમાં મગ્ન કરે છે. એ ચારિત્રધર્મરાજ આ સંસારમાં ફરનારા સર્વ પ્રાણીઓને નિરંતર સુખ આપનાર જ છે, કારણુ જે જાતે અમૃત હોય તે અન્યને દુ:ખ દેનાર કેવી રીતે થઇ કે હાઇ શકે? ખરેખરી નવાઇ જેવી વાત તે એ છે કે એ પ્રમાણે હકીકત હોવા છતાં સંસારચક્રમાં રહેનાર અનંત પ્રાણીઓમાંથી માત્ર બહુ જ ઘેાડા એને એ સ્વરૂપે આળખે છે અને એની હકીકત હૃદયમાં ધારણ કરે છે. ખીજા
પ્રકરણ ૩૪ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org