________________
પ્રશ્નરજી ૭૪ ]
ચારિત્રધર્મરાજ.
૧૦૬૧
મુખના હુકમને બરાબર આદર કરે છે. આ શીલ (વિશુદ્ધ વર્તન) છે તે સાધુઓને ખરેખરૂં આલંબન છે, તેમને આભૂષણ તુલ્ય શાભા આપનાર છે અને એ જ તે મહાત્માઓનું સર્વસ્વ છે. આ શીલમુખ મુનિવર્ગને સંપૂર્ણ આદેશ આપે છે, વળી મુનિ સિવાયના જે વર્ગ હાય છે તે પણ એમાંના કેટલાક વિભાગ અમલમાં મૂકે છે; થાડા થાડા હુકમે। સુનિ સિવાયના ગૃહસ્થા પણ વર્તનામાં મૂકે છે. આવી રીતે શીલ નામના બીજા મુખ સંબંધી હકીકત તને સંક્ષે ૫માં કહી, હવે તપ નામનું ત્રીજું મુખ છે તેની હકીકત કહું છું તે સાંભળ.
tr
૩, તપમુખ, “ ચારિત્રધર્મરાજાનું આ ત્રીજુ મુખ ઘણું મજાનું છે. અન્ય તરફથી કાંઇ આશા રાખવી ( આકાંક્ષા ) અને કોઇ પ્રકારની પીડા ભોગવવાની મામત(અત્તિ)ને નારા કરીને તે પ્રાણીને ઘણું સુખ કરી આપે છે. પ્રાણીને અન્ય પાસેથી આશા હાય છે તે દૂર થઇ જાય અને તે નિઃસ્પૃહી અને એટલે તેને કાઇની ઓશિયાળ રહેતી નથી, અને આશા પીડા ગઇ એટલે દુનિયાના માર્ગે સરલ સીધા અને સપાટ થઇ જાય છે. તપસુખ પ્રાણીઓમાં સુંદર પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, સંસારપર સંવેગ લાવે છે, મનની સમતા આણે છે અને શરીરસુખાકારી સુંદર કરી આપે છે અને એ પ્રાણીને છેવટે કોઇ પણ પ્રકારના દુઃખરહિત વિનાશ વગરના શાશ્વતા સુખને યોગ્ય બનાવી દે છે, કારણ કે સજ્જન પુરૂષ ચારિત્રધર્મરાજનું આ તપમુખ જોઇને તેની આરાધના કરીને અને પેાતાનું અસાધારણ સત્ત્વ વાપરીને આખરે નિવૃતિ નગરીએ ચાલ્યા જાય છે. (કર્મની નિર્જરા કરવાનું પ્રબળ સાધન આ તપમુખ છે, તીર્થંકર મહારાજ તદ્ભવમુક્તિ જાણવા છતાં તપની આરાધના કરે છે. તપથી શરીરસુખાકારી વધે છે તે તપસ્યા કરનારના અનુભવને વિષય છે. ) આવી રીતે તારી પાસે તપ નામના ત્રીજા સુખનું વર્ણન કર્યું. હવે એ ચારિત્રરાજના ભાવ નામના ચોથા સુખસંબંધી હકીકત કહી સંભળાવું છું.
૧ સાધુ સર્વ વ્રતની પાલના કરે છે, શ્રાવકા દેશથી પાલના કરે છે. ૨ તપના બાર ભેદ છે: છ માહ્ય તપ છે, છ આંતર તપ છે. આ ખારે ભેદની હકીકત આવતા પ્રકરણમાં પાંચમા યતિધર્મને અંગે આવશે તેથી અત્ર લખી નથી,
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org