________________
પ્રકરણ ૩૪] ચારિત્રધર્મરાજ.
૧૦૬૫ ત્યાર પછી બીજે મિત્ર દેખાય છે તેનું નામ છે પસ્થાપન કહેવામાં આવે છે. એ સર્વ પ્રકારના પાપને વધારે વધારે અટકાવે છે.
“ત્યાર પછી ત્રીજે મિત્ર દેખાય છે તેનું નામ પરિહારવિશુદ્ધિ કહેવામાં આવે છે. એ મિત્ર અઢાર માસ સુંદર તપવિધાન બતાવે છે.
આગળ ચોથો મિત્ર દેખાય છે તેનું નામ સૂક્ષ્મસંપરાય કહેવામાં આવે છે.
“ ત્યાર પછી છેલો મિત્ર દેખાય છે તેનું નામ યથાખ્યાત કહે૧ છેદેપસ્થાપનઃ પૂર્વના પર્યાયને દવા અને નવીન પર્યાયની ઉપસ્થાપના કરવી તેને દો૫થા૫ન કહે છે. (સામાયિક કરતાં આ દ્વિતીય ચારિત્રધર્મમાં વધારે ત્યાગભાવ આવે છે સાધુને પ્રથમ દિક્ષા આપતી વખત સામાયિકને નિયમ કરાવવામાં આવે છે, પછી તે થિર થાય ત્યારે જેને હાલ વડી દિક્ષા કહેવામાં આવે છે તે છેદેપસ્થાપન ચારિત્ર આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ પહેલા છેલા તીર્થંકરના શાસન માટે છે. મધ્યના ૨૨ તીર્થકરોના શાસન દરમિયાન તો સામાયિક ચારિત્ર જ યાજજીવિત માટે આપવામાં આવે છે. ત્યાં આ ચારિત્રની અપેક્ષા નથી.
૨ પરિહારવિશુદ્ધિ નવ સાધુઓને સમુદાય મળી એ કલ્પ અંગીકાર કરે છે. તેમાં ચાર સાધુઓ તપ કરનાર થાય છે (એને નિર્વિશ માનક કહે છે), ચાર વૈયાવચ્ચ કરનાર હોય છે અને એકને ક૯૫સ્થિત આચાર્ય બનાવે છે. અને ઢાર માસ સુધી ઉગ્ર તપ કરવામાં આવે છે. છ મહીના પ્રથમના ચાર કરે છે, પછી છ મહીના વૈયાવચ્ચવાળા કરે છે, પછી છ મહીના કલ્પસ્થિત બનાવેલ હોય છે તે કરે છે. એમ કુલ ૧૮ માસનું આ ચારિત્ર ખાસ પાપની વિશુદ્ધિ માટે છે. એને વિધિ યોગ્યતા કાળ પર્યાય વિગેરે માટે જુઓ પ્રવચન સારોદ્ધાર દ્વારા ૬૯. પ્ર. રવાકર ભાગ ત્રીજો પૃ. ૨૩૧ થી ૨૩૭.
૩ સૂક્ષ્મસં૫રાય સંપરાય એટલે કષાય. એની અન્ન અત્યંત મંદતા થાય છે. નવમાં ગુણસ્થાનકને અંતે કોઈ માન માયાને ખપાવી અથવા ઉપશમાવી સૂક્ષ્મ લેજ બાકી રહે તેને દશમાં ગુણસ્થાનકે ખપાવે અથવા ઉપશમાવે તેને સૂરમસંપરા ચારિત્ર કહે છે. દશમાં ગુણસ્થાનકનું એ જ નામ છે.
૪ યથાપ્રખ્યાતઃ આ ચારિત્ર અગીઆરમા તથા બારમાં ગુણકાણે હોય છે; અગીઆરમાં ગુણઠાણે કષાયોને સર્વથા ઉપશમ હોય છે. અંતર્મુહૂર્ત એ સ્થિતિમાં રહ્યા પછી પાછો ઉદય આવે છે અને એ ગુણઠાણેથી પ્રાણી પાછા પડે છે. બારમા ગુણઠાણે કષાયનો સર્વથા ક્ષય હોય છે જેથી કષાયો ફરી ઉદયમાં આવતા નથી તેથી એ ગુણઠાણથી મુનિઓ પાછા પડતા નથી અને કેવળજ્ઞાન પામી તે જ ભવમાં મોક્ષે જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org