________________
१०६६
ઉપમિતિ ભવપ્રપંથા કથા. [પ્રરાવ જ વામાં આવે છે. એ ઘણો જ નિર્મળ અને સારભૂત મિત્ર છે અને સર્વ પાપને નાશ કરનાર છે.
ચારિત્રરાજના એ પાંચે મિત્રો તેના શરીરભૂત છે, તે જીવન છે, તેના પ્રાણે છે, તેના સર્વરવ છે અને તેનું ઉત્તમ તત્વ છે. આ પ્રમાણે ભાઈ પ્રકર્ષ! તારા જોવામાં ચારિત્રરાજના પાંચે મિત્રો આવી ગયા અને તેમની હકીકત સમજાણી. એની વધારે વિગતમાં ઉતરતાં તો વરસો પસાર થઈ જાય.”
પ્રકરણ ૩૫ મું.
યતિધર્મ-ગૃહિધર્મ.
રિત્રરાજનું સુંદર વર્ણન કર્યું, વિરતિદેવીનો પરિચય કરાવ્યો અને મહારાજાના પાંચ મિત્રોને ઓળખાવ્યા. વિશાળ મંડપ, આકર્ષક વેદિકા અને ભવ્ય સિંહાસન છે. એ સર્વ હૃદયને નિર્મળ કરી રહ્યા હતા અને રાજાના
છ વર્ણને પ્રકર્ષને વધારે જિજ્ઞાસુ બનાવ્યું હતું. તે તે ચારિત્રરાજના આખા પરિવારને ઓળખવા આતુર થઈ રહ્યો. મામાએ વર્ણન આગળ ચલાવ્યું.
યતિધર્મ યુવરાજ હવે એ ચારિત્રરાજની પાસે જે બેઠેલો દેખાય છે, જેના મુખ ઉપર રાજતે જ છે, તે આ ચારિત્રરાજ મહારાજને યુવરાજ ગાદિ વારસ છે અને તેનું નામ યતિધર્મ છે. એ યુવરાજને બરાબર જોઇશ તો તે પિતાની પાસે જ બેઠેલો જણાશે. જો, ભાઈ! તે જે બહારના ભાગમાં મહાત્મા મુનિઓને જોયા તેઓને આ યુવરાજ બહુ જ વહાલે છે અને તેઓ એ યુવરાજની આખે વખત ઘણા આનંદથી સેવા ઉઠાવ્યા કરે છે. એ યતિધર્મ યુવરાજની આજુબાજુ
૧ યતિધર્મ એ સાધુજીવનનું રહસ્ય છે. સાધુએ દશ યતિધર્મમાં રમણ કરવાનું છે. દશે યતિધર્મ બહુ વિસ્તારથી વિચારવા લાયક છે. એના વિવેચનમાં ખુલાસા સારૂ મળના અવતરણમાં કેટલાક જરૂરી વધારો કર્યો છે. ભા. ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org