________________
૧૦૬૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૪ ભાવમુખ, “સુજ્ઞ સજન પુરૂષે આ ચારિત્રરાજના ચોથા
મુખને ભક્તિપૂર્વક યાદ કરે છે અથવા તેની સામું જુએ છે એટલે તે પ્રાણુના સર્વે પાપસમૂહને દૂર કરીને કાપી નાખીને તેને સારી રીતે સુખ કરે છે. આ ભાવમુખના હુકમને અનુસરીને જૈન સત્પષે વિચાર કરે છે કે, અહે! આ દુનિયામાં જે વસ્તુઓ દેખાય છે તે સર્વ ઘણું તુચ્છ છે, આખરે ટકે તેવી નથી. વખત જતાં જરૂર તેને નાશ થવાને છે (અનિત્યભાવ); સંસારમાં પ્રાણી જ્યારે પૂર્વ કર્મના ઉદયથી દુઃખ ભેગવે છે તે વખતે તેને કેઈન આધાર મળતો નથી, અને કઈ તેને શરણ આપી શકતું નથી, કરેલ કર્મ તેને જરૂર ભેગવવાં પડે છે (અશરણભાવ); આ સંસારમાં પ્રાણી એકલે આવે છે અને મારીને એકલે જાય છે, તેનું કઈ નથી અને તે કેઈને નથી (એકવભાવ); આ દુનિયામાં પ્રાણુને શરીર, ધન, ધાન્ય તથા બીજી જે કાંઈ બહારની વસ્તુઓ ખેંચાણ કરીને સંસારમાં રાખે છે તે સર્વ તેનાથી ભિન્ન છે, તેને તેની સાથે ખરેખર સંબંધ નથી અને તે વસ્તુઓ વાસ્તવિક રીતે તેની પોતાની નથી (અન્યત્વભાવ); આ શરીર મૂત્ર, આંતરડાં, ચરબી અને વિષ્ટાથી ભરેલું છે અને તેમાં દુર્ગધી અત્યંત હોવાથી તે ઘણું દુગચછનીય છે. એવા શરીરમાં પવિત્રતાની ગંધ પણ હોવાને જરાએ સંભવ નથી (અશુચિભાવ); આ સંસારમાં એક ભવની સ્ત્રી અન્ય ભાવમાં માતા થાય છે, વળી તે સ્ત્રી થાય છે, બાપ દીકરો અને દીકરે બાપ થાય છે એવી રીતે અરઘટ્ટઘટ્ટી ચાલ્યા કરે છે અને પ્રાણ એક ખાડામાંથી નીકળી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ પડ્યા કરે છે (સંસારભાવના); મનવચનકાયાના યોગની પ્રવૃત્તિ દ્વારા અને પાપસ્થાનના
આચરણદ્વારા અનેક રીતે આશ્રવ (કર્મગ્રહણ) પ્રાણીને ૧ ભાવનગર સર્વ ક્રિયા બરાબર ફળ આપતી નથી. રસેઇમાં મીઠાને (લણને ) જે સ્થાન છે તે સ્થાન આંતર ભજનમાં ભાવને છે.
૨ અહીં આર ભાવનાને વિસ્તાર છે. લંબાણુ વિસ્તાર માટે જુઓ શાંત સુધારસ, બાર ભાવનાની સઝાયો. મારા “જૈન દષ્ટિએ યોગ”માં પૃ. ૬૬ સુધી એની હકીકત વિસ્તાર અવતરણ કરેલી છે. અત્રે મુદ્દાસર ટુંકામાં તે હકીકત આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org