________________
૧૦૫૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ દુશ્મન છે-આવા પ્રકારના અવલોકન દ્વારા બુદ્ધિ થઈ આવે છે તેને વિવેક કહેવામાં આવે છે. આવા પ્રકારનો વિવેક આવવાથી કેટલાક પ્રાણુઓના દેશે ઓછા થઈ જાય છે, કારણ કે વિવેકને લીધે કષાય પાછા હઠી જાય છે; એવા પ્રાણીઓમાં જે અપ્રમાદીપણું આવે તેને શિખર કહેવામાં આવ્યું હોય તેમ જણાય છે. ત્યાર પછી તે શિખર ઉપર જૈનપુર કહેવામાં આવ્યું તે (સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂ૫). ચાર પ્રકારના સંઘવિભાગમાં વસનારાઓને અત્યંત આનંદ ઉત્પન્ન કરનાર 'દ્વાદશાંગી રૂપ જૈન પ્રવચન જણાય છે. એ નગરમાં રહેનારા જોકે ત્યાર પછી બતાવવામાં આવ્યા તે ઉપર જણાવેલા સર્વ ગુણેથી ભૂષિત થયેલા અને તે દ્વાદશ અંગેમાં દર્શાવેલી આજ્ઞાને અમલમાં મૂકનાર ચાર પ્રકારના સંઘના લેકે સમજાય છે. ત્યાર પછી એ જેનપુરમાં ચિત્તસમાધાન મંડપ બતાવવામાં આવ્યો છે તે સર્વના સાર જે છે, કારણ કે એ નગરની ખરેખરી શોભા એમાં રહેલા એ મંડપને લઈને જ છે. ત્યાર પછી (નિઃસ્પૃહતા) વેદિકાનું વર્ણન કર્યું, તેના પર (જીવવીર્ય) સિંહાસનનું વર્ણન કર્યું. તે પ્રગટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે જેથી તુરત સમજી શકાય એવું છે. વળી મને આ સર્વ હકીકત ભાવાર્થ સાથે સમજાઈ છે તો હવે રાજા અને તેના સૈન્ય સંબંધી હકીકત પણ સમજી શકીશ એમાં જરા પણ સંશય જેવું નથી. આટલી હકીકત પોતાને સમજાઈ ગઈ તેથી પ્રકર્ષ પોતાના મનમાં બહુ રાજી થયો.
પ્રકરણ ૩૪ મું.
--
T
-
ચારિત્રધર્મરાજ, છે જે પ્રકર્ષના આનંદનો પાર નહોતે. સાત્વિકમાનસના પુર અને ચિત્તસમાધાન મંડપ અને તેમાં આવેલી વેદિકા અને સિંહાસનના તત્ત્વચિંતવનમાં એ પડી ગયો.
એ ચિંતવનમાં તેને બહુ માધુર્ય પ્રાપ્ત થતું ગયું અને
છે એવા જીવવીર્ય સિંહાસન પર બેઠેલા રાજાનું વણેન સાંભળવા એની આતુરતા વધી પડી.
૧ જૈન ધર્મના મૂળસિદ્ધાન્તો. આચારાંગાદિ દ્વાદશાંગમાં ગણવામાં આવ્યા છે.
^
=
=
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org