________________
૧૦૫૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ તૃણું, હિંસા, ભય, જુગુપ્સા, રમણતા, હાસ્ય, ઉદ્વેગ, શોક, તિર
સ્કાર, નિંદા, યુવતિઆરાધના, લલના સેવા આદિ જોવામાં આવે છે, તે તે ભાવોમાં રમણ કરતાં તેમને દેખવામાં આવે છે, તેમ આ જેનપુરવાસીઓ પણ કરતા જણાય છે, મૂછ, સેહ, પ્રેમ આદિ સર્વ ભાવે એક યા બીજા આકારમાં જૈનીઓમાં પણ જોવામાં આવે છે. આપ જાણે છે કે મૂછ રંજનાદિ સર્વ ભાવો મહામહાદ્િ અંતરંગ શત્રુઓ સંસારી પ્રાણીઓમાં ફેલાવે છે અને એજ ભાવે જૈનપુરવાસીઓમાં પણ ચોખા દેખાય છે. ત્યારે આ પ્રમાણે હોવા છતાં આપશ્રીએ મને એમ શા માટે કહ્યું કે મહામહ વિગેરે રાજાઓને તો આ જૈનપુરવાસીઓએ દૂરથી તજી દીધેલા છે?” - વિમર્શ ભાઈ ! જે મહામહ વિગેરેને તે પ્રથમ જોયા હતા અને હાલ જૈન લેના સંબંધમાં તે જે હમણું કહ્યા તે જૂદા જ છે. અહીં જે મહામહાદિ જોવામાં આવે છે તે એ જૈન લેકે તરફ અત્યંત પ્રેમવાળા છે, બહુ હેત રાખનારા છે અને તેમનું શ્રેય વધારનારા છે.
એ મહામહાદિ રાજાઓ બે પ્રકારના છે. તેમાંના અપ્રશસ્ત પ્રશ- એક પ્રકારના રાજાઓ સર્વે પ્રાણીઓના ખરેખરા. સ્ત મોહાદિ. મોટા દુશમને છે અને બીજા પ્રકારના રાજાઓ લેકેના
ખરેખર બંધુઓ છે–પ્રેમી છે. એનું કારણ એ છે કે પહેલા પ્રકારના મહામહ વિગેરે અંતરંગ જન પ્રાણીઓને સંસારચક્રમાં ધકેલી મૂકે છે, તેમને પાત કરાવે છે, કારણ કે તેઓ અને પ્રશસ્ત-ખરાબ હોવાથી તેઓને સ્વભાવ જ તેવા પ્રકારનો છે; જ્યારે બીજા મહામહ વિગેરે એવા પ્રકારના છે કે જે તેઓ પાસે રહ્યા હોય તો પ્રાણુઓને નિવૃતિનગરી તરફ લઈ જાય છે, કારણ કે તેઓ પ્રશસ્ત હોવાથી તેઓને સ્વભાવ જ તેવા પ્રકારનું છે. હવે આ જૈન લેકના સંબંધમાં હકીકત એવી બની છે કે એમની પાસેથી પેલા શત્રુભૂત (પહેલા પ્રકારના) મહામહાદિ દૂર ગયા છે, તેનો ત્યાગ કરી ગયા છે અને મિત્રભૂત મહામહાદિ તેમની પાસે રહ્યા છે, જે હકીકતને પરિણામે એ જૈનપુરવાસીઓ સજજન હોઈને નિરંતર આનંદમાં રહે છે. એ જૈનલેકે સર્વ પ્રકારના કલ્યાણને ભેગવનાર
૧ આ હકીકતમાં પક્ષપાત જેવું જરા પણ નથી. મનોવિકારનો સર્વથા ત્યાગ તે ઘણી આગળ હદ વધે ત્યારે થાય છે પણ તે દરમિયાન તેની દિશા બદલી નાખવાની જરૂર સ્પષ્ટ દેખાય છે. પ્રશસ્ત રીતે યૌગપ્રવૃત્તિ કરવાનો માર્ગ શારકારે બહુ સ્થાને બતાવેલ છે. ઉપાધ્યાય શ્રીમદ્યશવિજય એક પ્રસંગે કહે છે કે “રાગ ન કરશે કોઇ જન કેઈશું રે, નવિ રહેવાય તે કરજે મુનિશું રે” વિગેરે. પરિસામે રાગને એ રીતે જ નાશ થાય છે. આ બાબત ધી ગંભીર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org