________________
૩૨] જૈનપુર દર્શન
૧૦૮ જ વર્તના સાક્ષી ભાવે જ જણાય છે. એ મહાત્મા પુરૂષે સાચું વચન જ બોલે છે, પ્રાણીઓનું હિત થાય તેવું જ વચન બોલે છે, ઉચ્ચાર ૯ કરે ત્યારે જાણે તેમના મુખમાંથી અમૃત ઝરતું હોય તે પ્રમાણે બેલે છે, સારાસારની બરાબર પરીક્ષા કરીને બોલે છે, કામ હોય તે જ બેલે છે અને જરૂર હોય તેટલું જ બોલે છે, નકામી વાત પણ કરતા નથી. એ મહાત્મા પુરૂષે અસંગ યોગની સાધના કરે
છે, પ્રાણી કે વસ્તુનો સંગ સર્વથા ન રહે તે સ્થિતિ પ્રાપ્ત કરKવાની તેઓની ઈચછા હોય છે અને તેની સિદ્ધિ માટે જ તેઓ સર્વ પ્રકારના દે રહિત આહાર લે છે અને એવી રીતના દેષ વગરના આહારમાં પણ તેઓ જરા પણ લોલુપતા રાખતા નથી. ભાઈ પકર્ષ! હું તને કેટલી વાત કહું? ટૂંકામાં કહું તો એ મહાત્માઓની સર્વ ચેષ્ટાઓ અને વર્તને એવા પ્રકારના હોય છે કે એથી મહા“મેહ વિગેરે રાજાઓ તદ્દન દબાઈ જાય છે, જરા પણ જોર કરી શકતા નથી અને આખરે તદ્દન હાર પામી ચાલ્યા જાય છે.
હવે ભાઈ પ્રક! એવા મહાત્મા પુરૂષના સંબંધમાં પેલી ચિત્તવૃત્તિ અટવી વિગેરે કેવા પ્રકારનું વર્તન કરે છે તે પણ તું સમછે કે જે પ્રમત્તત્તા નદીનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે અને જે ચિત્તવૃત્તિ અટવીમાં તે બરાબર જોઈ હતી તે તેના સંબંધમાં તદ્દન સૂકી થઈ જાય છે એટલે તેમાં પાણી રહેતું નથી; એ નદીમાં જે
૧ સાધુ પંચ મહાવ્રત લે છે તેમાં પાંચમું વ્રત પરિચહવિરમણ વ્રત છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (મકાન), રૂપું, સેનું, અન્ય ધાતુ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય છે. મૂછને પરિગ્રહ કહેવામાં આવે છે એટલે સાધુને કઈ વસ્તુ ચારિત્રનિર્વાહ માટે રાખવી પડે તો પણ તેના ઉપર આસક્તિ રાખતા નથી. - ૨ સાધુઓનું બીજું વ્રત મૃષાવાદવિરમણ છે. તેઓ ખેટું બોલતા નથી, સત્ય, મિત પ્રિય, હિત અને તથ્ય વચન બોલે છે. આ વર્ણનમાં ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રત સંબંધી હકીકત રહી ગઈ જણાય છે. ચેરીના ત્યાગ ઉપરાંત કોઇની રજા વગર પણ કોઇની વસ્તુને સાધુ ઉપયોગ કરતા નથી.
૩ આહારના બેતાલીશ ષ છે. વિસ્તાર માટે જુઓ પ્રવચનસારદાર ગ્રંથ (પ્ર. રવાકર-ભાગ ત્રીજો-પૃ. ૧૬૯-૨૦૮) આ બેતાલીશ દોષ આહારના ખાસ સમજવા યોગ્ય છે. સંક્ષેપમાં તેનું વિવેચન ૫રિશિષ્ટ ના. ૪ માં કર્યું છે. સાધુધર્મમાં કેટલી વિશાળતા અને ઉંડાણ છે તથા તેપર કેટલું વિગતવાર લક્ષ્ય અપાયું છે તેને આ હકીકત એક સાદો નમુને છે.
૪ જુઓ પૃ. ૮૦૫-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org