________________
૧૦૪૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. રિવર્સ તદ્વિલસિત નામને બેટ બતાવવામાં આવ્યું હતું તે આવા મહા ત્માઓના સંબંધમાં તદ્દન શૂન્ય જણાય છે; એ બેટની વચ્ચે જે ચિત્ત વિક્ષેપ નામનો મંડપ ઊભો કરે તે જો હતો તે આવા મહા ત્માઓના સંબંધમાં ભાંગી ગયેલો જણાય છે; એ ચિત્તવિક્ષેપ મંડપમાં જે તૃષ્ણ નામની વેદિકા જોવામાં આવી હતી તે તદ્દન ઉડાડી મૂકેલી એના સંબંધમાં દેખાય છે, એ તૃષ્ણ વેદિકા ઉપર જે વિપર્યાસ નામનું સિંહાસન જેવામાં આવ્યું હતું તે તદ્દન ભાંગી ગયેલું અને વિંખાઈ ગયેલું તેઓના સંબંધમાં દેખવામાં આવે છે; એ મહામહ રાજાનું શરીર અવિદ્યા રૂપ તારા જોવામાં આવ્યું હતું તે શરીર રૂ૫ લાકડીને એ મહાત્માઓએ તદ્દન ભાંગી ચૂરે કરી નાંખેલ જણાય છે; મહામહ રાજાને એ મહાત્માઓએ તદન પાતળે-ચેષ્ટાશૂન્ય કરી મૂક દેખાય છે; એના મિથ્યાદર્શન નામના મંત્રીપિશાચને તેમણે ખેંચીને દૂર ફેંકી દીધેલું દેખાય છે; એ મેહરાજના પુત્ર રાગકેસરીને તેમણે તદ્દન નાશ પમાડી દીધો છે; એ મહારાજાના બીજા પુત્ર શ્રેષગજેન્દ્રને તેઓએ ભેદ કરી નાખ્યો હોય તેવો તે દેખાય છે; એ મહરાજાના એક અગ્રગણ્ય સેનાની અને નાના સરખા રાજા જેવા મકરધ્વજને તે મહાત્માઓએ જમીન પર પટકી પાડ્યો હોય તેમ દેખાય છે; રાગકેસરીના મંત્રી વિષયાભિલાષને તેમણે ફાડી નાખ્યા હોય તેવો જણાય છે; એ મહામહ રાજાની મહામૂઢતા ભાર્યા છે તેને એ મહાત્માઓએ ધક્કા મારીને કાઢી મૂકી હોય તેમ જણાય છે; એ મહરાજાના હાસ્ય નામના સુભટને તેમણે મારી નાંખે જણાય છે; જુગુપ્સા અને અરતિ’ તેમણે છેદી નાંખી જણાય છે; ભય અને શેકીને તેમણે વિનાશ કરી નાખ્યો દેખાય છે; દુષ્ઠાભિ
૧ જુએ પૃ. ૮૦૬૭. ૨ જુઓ પૃ. ૮૦૭૮ ૩ જુઓ પૃ. ૮૦૮-૯૪ જુએ પૃ. ૮૦૯. ૫ જુઓ પૃ. ૮૧૦-૧૧, ૬ હાસ્યની ઓળખાણ માટે જુઓ પૃ. ૮૭ર. છ જીગુસાની ઓળખાણ પૃ. ૮૭૭ માં થાય છે. ૮ અરતિની ઓળખાણ પૃ. ૮૭૪ માં થાય છે. ૯ ભયની ઓળખાણ પૃ. ૮૭૪ માં થાય છે. ૧૦ શેકની ઓળખાણ પૃ. ૮૭૫ માં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org