________________
કરણ ૩૩] સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૯૪૭ અને ખરેખરા સુખના ભાજન થાય છે. આ પ્રમાણે બનવાથી પરિ. ણામ એ થાય છે કે એક તે આ નગરના પ્રભાવથી જ તે લેકે સ્વભાવે સુંદર હોય છે અને પછી વળી વિવેક પર્વતના શિખર ઉપર ચઢે એટલે (હોય છે તેથી પણ) વધારે સુંદર થાય છે. વળી આ ભવચકનિવાસી પ્રાણીઓમાં જે પાપી હોય છે તેમને આ જૈનપુર એવું સુંદર લાગતું નથી, એ સુખ આપનાર છે એમ તેમને જણાતું નથી અને એની વિશિષ્ટતા તેઓના ખ્યાલમાં બરાબર આવતી નથી. જેઓ સાત્ત્વિકમાનસપુરમાં આવી એ પર્વત પર ચઢે છે તેઓને આ જેતપુર અતિ સુંદર ભાસે છે, માટે જેઓનું ભવિષ્યમાં બહુ કલ્યાણ થવાનું છે અને જેઓ સન્માર્ગ ગમન કરનારા છે એવા લોકો આ સ્વાભાવિક સુંદર નગરમાં રહે છે. આવી રીતે એ સાત્વિકપુરમાં વસનારા લોકો સંબંધી હકીકતનું વિવેચન તારી પાસે કર્યું. હવે એ વિવેકગિરિ સંબંધી હકીકત તને જણાવું છું તે પણ સમજી લે. વિવેકગિરિ.
ભવચક્રમાં રહેનારા પ્રાણીઓ જ્યાં સુધી આ વિવેક મહાગિરિને જોતા નથી ત્યાં સુધી જ તેઓ અનેક પ્રકારનાં દુઃખમાં સબડતા હોય છે. જેવું એક વખત તેઓને આ વિવેકપર્વતનું દર્શન થાય છે કે તુરત જ ત્યાર પછી તેઓની બુદ્ધિ ભવચક તરફ થતી જ નથી, ભવચક ઉપર તેમને પ્રેમ પણ રહેતો નથી અને ભવચક તરફ આકર્ષણ પણ થતું નથી. છેવટ એ વિવેકગિરિદર્શનનું પરિણામ એ થાય છે કે તેઓ ભવચક્રને છોડી દઈને વિવેક પર્વત ઉપર ચઢી જાય છે અને સર્વ પ્રકારના દુઃખોથી રહિત થઈ અલૌકિક આનંદના ભગવનારા થાય છે. સંપૂર્ણ આનંદ હમેશને માટે પ્રાપ્ત કરવાનો માર્ગ તેએને વિવેકપર્વત ઉપર ચઢ્યા પછી દેખાય છે. એમ થવાનું કારણ એ છે કે તેઓ વિવેક પર્વત ઉપર ચઢે એટલે ત્યાંથી તેઓ આખા ભવચક્ર નગરને પિતાની હથેળીમાં રહેલા પદાર્થની માફક જોઈ શકે છે. તેઓ એ પર્વત ઉપરથી બરાબર જોઈ શકે છે કે એ ભવચક્રમાં તે અનેક બનાવો વારંવાર બન્યા જ કરે છે, એ નગર
૧ સાવિકપુર એટલે સમ્યગ્ર જ્ઞાનવગર પણ કર્મનિર્જ કરવાની પ્રવૃત્તિ. આ વાત વિમર્શ આગળ આ જ પ્રકરણમાં સ્પષ્ટ કરશે. જેઓ આગળ વધી કર્મને નાશ કરી પ્રગતિ કરે છે તે વિવેક પ્રાપ્ત કરી કર્મગ્રંથિ છેદી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ ખરેખર વિકાસક્રમ છે અને યોગદષ્ટિએ વિચારણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org