________________
૧૦૪૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ અનેક દુઃખોથી ભરેલું છે. તેની પરિપાટિની રચના જોતાં તેઓએ નગર તરફ વૈરાગ્ય આવે છે અને એ નગરથી દૂર જવાનો નિર્ણય થાય છે. એક વખતે એ ભવચક્ર ઉપર વૈરાગ્ય આવ્યો એટલે સ્વા ભાવિક રીતે જ તેઓને પિલા વિવેકગિરિ ઉપર પ્રેમ આવે છે, કારણ કે તેમને જણ્ય છે કે તેઓના વાસ્તવિક સુખનું કારણ એ મહાન પર્વત છે. આવા નિર્ણયને લઇને પછી તે એક ઘણું સારી વાત અને છે અને તે એ છે કે એ વિવેકપવૈતના માહાભ્યથી એ લેકે લવચક્રમાં થોડે વખત રહે ત્યાં સુધી પણ તેઓ ઘણું સુખી થાય છે. વાસ્તવિક આનંદ પામે છે અને અત્યંત ઉન્નત દશાના માગેપર આવી જાય છે. અપ્રમત્તત્ત્વ શિખર,
“ભાઈ પ્રક! તારી પાસે વિવેકપર્વત સંબંધી હકીકત વિસ્તારથી સ્પષ્ટ કરી. હવે એ વિવેકગિરિનું મોટું શિખર અપ્રમત્તત્ત્વ નામનું છે તે સંબંધી હકીકત તને સમજાવું છે તે ધ્યાનમાં રાખી લે. આ અપ્રમત્તત્ત્વ શિખર સર્વ દોષોને નાશ કરનાર છે અને અંતરંગ રાજ્યમાં રહેલા સર્વે દુષ્ટ રાજાઓને માટે ત્રાસ કરનાર થઈ પડેલું છે. એમ થવાનું કારણ એ છે કે એ મહા(વિવેક)ગિરિપર ચઢેલા લોકોને ઉપદ્રવ કરવા સારૂ પેલા મહામહ વિગેરે શત્રુઓ આવી ચઢે છે તે તે પર્વત ઉપરના લેક પેલા અપ્રમત્તત્ત્વ શિખર ઉપર ચઢીને તેઓના ઉપર એવો સખ્ત ભારે ચલાવે છે કે આખરે પેલા શત્રુઓ પર્વતપરથી ગબડતા ગબડતા નીચે જમીન પર પડી જાય છે, અને તેઓના (શત્રુના) શરીરના અવયવો ભાંગીને ભૂકો થઇ જાય છે, જેથી ભયમાં ને ભયમાં શિખર તરફ જતાં જતાં તેઓ દૂર નાસી જાય છે. આ અપ્રમત્તવ શિખર ઉપર કઈ પણ પ્રકારના પ્રમાદ થતા જ નથી. વિવેક પર્વત પર રહેનારા પ્રાણુઓના શત્રુભૂત અંતરંગ રાજાઓને દળી નાખવા સારૂં જ એને બનાવવામાં આવ્યું હોય તેમ જણાય છે. ભાઈ! એ શિખર ઉજજ્વળ છે, ઘણું વિશાળ છે, બહુ ઊંચું છે, સર્વ લોકોને સુખ આપનારું છે અને ઘણું જ સુંદર છે.
૧ એક તે વિવેકી અને વળી પ્રમાદ રહિત એટલે એવા જાગૃત પ્રાણીઓના શત્રુઓ નાશ પામે તેમાં નવાઈ નથી. વળી ડુંગરના શિખર પરથી લડનારને ઘણી સગવડ સ્થાનની પણ મળે છે. આ સર્વ બાબત બહુ વિચારવા ગ્ય છે,
૨ પ્રમાદ મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org