________________
પ્રકરણ ૩૩] સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૪૯ જેનપુર,
ભાઈ ! એવી રીતે “અપ્રમત્તત્ત્વ શિખર સંબંધી હકીક્ત તને સંક્ષેપમાં કહી સંભળાવી. હવે જૈનપુર સંબંધી હકીકત તને કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળ. આ જૈનપુર એક ઘણું ઉત્તમ નગર છે, નિરંતર આનંદ પ્રાપ્ત કરવાનું કારણ છે અને પુણ્ય વગરના પ્રાણીઓ ભવચક્રમાં ગમે તેટલે કાળ ભટક્યા કરે પણ તેમને ઘણું જ દુર્લભ છે, મળવું મુશ્કેલ છે, નજરે પડવું પણ અશક્ય છે; કારણ કે અનંતકાળ સુધી ભવચક્રનગરમાં રખડપટ્ટી કરતાં કરતાં (જ્યારે પ્રાણી ઓઘદૃષ્ટિ છોડી ગદષ્ટિમાં આવે છે ત્યારે) તે મહા મુશ્કેલી એ સાત્ત્વિકમાનસનગરે આવે છે. ઘણાખરા તે અનેક ભ ભવચકમાં કરે, પણ તેમની નજરે સાત્વિકમાનસપુર આવતું જ નથી. કદાચ તેમને કઈ વખત એવી રીતે સાત્ત્વિકમાનસપુર મળી જાય તો પણ તેઓ ત્યાં થોડો વખત રહી વળી પાછા ભવચકમાં ચાલ્યા જાય છે અને ત્યાં તે અનંત નગરે હોવાથી પછી તેમનો એકદમ પત્તો ખાતો નથી. એવા પ્રાણીઓ વિવેકપર્વતનાં દર્શન જ કરતા નથી. આવી રીતે પ્રાણીઓ અનેક વાર સાત્વિકમાનસપુરમાં આવે, વળી ભવચક્રમાં ભટકે, વળી આવે ને જાય એમ કરતાં કરતાં કેઈ વખત તેમની નજરમાં વિવેકપર્વત આવે છે. કેટલાક પ્રાણુઓ તો પોતાની જાતના એવા શત્રુ હોય છે કે તેઓ પોતાની નજરે આવો સુંદર વિવેકપર્વત જુએ તો પણ અને હકીકત સમજે છતાં પણ એ સુંદર પર્વત ઉપર ચઢતા નથી અને પાછા ભવચકમાં ચાલ્યા જાય છે; વળી કેટલાક પ્રાણુઓ એ વિવેકપર્વત પર ચઢયા છતાં પણ અતિ સુંદર પરંતુ મહાદુર્લભ પેલા અપ્રમત્તત્ત્વ શિખરને જોઈ શકતા નથી. કેટલાક એ શિખરને જુએ છે તો પણ એના
૧ સંસારપરિપાટિમાં જ્યારે પ્રાણી ધર્મસમુખ થાય છે ત્યારે છેલ્લાં પુદુગળપરાવર્તમાં એની દશા સુધરતી જણાય છે તે વખતે તે ગષ્ટિમાં આવે છે. આ હકીકત જૈન દષ્ટિએ ગ” નામના ગ્રંથમાં વિસ્તારથી બતાવી છે તેથી અત્ર લંબાણ નોટ લખી નથી. વાતને સાર એ છે કે વિકાસક્રમમાં ક્રમે ક્રમે સુધારો થતો જાય છે. જે પ્રાણી પ્રગત થવાનું હોય તે મિથ્યાત્વ દશામાં હોય ત્યારે તેને પ્રથમ સાવિકપુર મળે છે, ત્યાં નિર્જરા કરીને વિવેક પ્રાપ્ત કરે છે. વિવેક વગર યથાસ્વરૂપ જૈનદર્શન પ્રાપ્ત થતું નથી.
૨ કેટલાક પ્રાણી સાવિક માનસ સુધી આવે, પણ પાછા વિકાસ અટકી પડે તો વળી ભવચક્રના ફેરામાં પડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org