________________
પ્રકરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૪૫ કરનારા–એને આશ્રયીને રહેલા જે બહિરંગ લેકે છે તે, આપે આજે મહાન વિવેક પર્વત કહ્યો છે, ત્યાર પછી આપે એ વિવેકપર્વતનું અપ્રમત્તત્વ શિખર બતાવ્યું તે, આપે ત્યાર પછી જે જૈનપુર જમુવ્યું તે, એ જૈનપુરમાં વસનારા બહિરંગ માણસો કહ્યા તે, વળી આપે જે આ ચિત્તસમાધાન નામને મહામંડપ બતાવ્યું તે, મંડપમાં રહેલી વેદિકા બતાવી તે, એ વેદિકા ઉપર મૂકેલું સિંહાસન જણાવ્યું તે, એ સિંહાસન પર બેઠેલ આ મહારાજાને આપે બતાવ્યા છે, મહારાજાની પાસે બેઠેલ પરિવાર બતાવ્યો તે–અને એ સર્વ હકીકત મારે મન તે તદ્દન નવીન જ છે, આ જન્મમાં કઈ દિવસ મેં તે બરાબર જાણી નથી, તદ્દન અપૂર્વે હકીકત છે અને એ સર્વ બાબત ઘણી જાણવાલાયક હોય એમ જણાય છે. તે મારા ઉપર કૃપા કરીને એ દરેક બાબતને વધારે વિસ્તારથી બરાબર સ્પષ્ટપણે સમજા!”
વિમર્શ–“ભાઈ ! તને નવીન હકીકત જાણવાનું અને સમજવાનું ઘણું કૌતુક છે અને આ સર્વે હકીકત ખાસ સમજવા લાયક છે તે તું બરાબર લક્ષ્ય રાખીને સમજી લે. આ વિવેકપર્વતના આધારભૂત જે સાત્વિકમાનસ નગર કહેવામાં આવ્યું છે તે વાસ્તવિકરીતે સર્વે અંતરંગ રસ્તો ( જ્ઞાનાદિ મહાન્ ગુણો) ની ખાણ જેવું છે. જે કે એ નગર અનેક પ્રકારના દોષોથી ભરેલા ભવચકની વચ્ચે વસાવવામાં આવ્યું છે તો પણ એનું સ્વરૂપ એવું સુંદર છે કે એ દેના સંબંધમાં આવતું જ નથી, ભવચકમાં રહ્યા છતાં તે દોષથી મુક્ત રહે છે. વાત એમ બને છે કે ભાવનગરમાં જે કમનસીબ પ્રાણીઓ રહેલા હોય છે તેઓ પિતાની પાસે રહેલા આ સુંદર સાત્ત્વિકમાનસપુરને તેના અસલ સ્વરૂપે કદિ જોઈ શકતા જ નથી. એ આંતરભૂમિમાં નિમૅળચિત્ત વિગેરે અનેક નાનાં નાનાં નગરે અને શહેરે છે તે સર્વ આ સાત્વિકમાનસપુરના તાબામાં છે એમ તારે સમજવું અને અંતિરંગમાં આવેલા નિર્મળચિત્ત વિગેરે પેટા નગરની એ રાજધાની છે એમ સમજવું. તને યાદ હશે કે રાજસચિત્ત નગરની જમીનદારી કપરિણામરાજાએ રાગકેસરીને આપી છે, તામસચિત્તની જમીનદારી દ્વેષગજેંદ્રને આપી છે અને મહામહને હુકમ સર્વત્ર ફેલાવ્યો છે, પણ
સાયટિવાળા મૂળ મુદ્રિત ગ્રંથનું પૃ. ૧૭૬ શરૂ
૧ અહીંથી બે, રે. એ. થાય છે.
૨ જુઓ પૃ. ૭૯૨. ૩ જુઓ પૃ. ૭૯૬,
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org