________________
પ્રકરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૪૩ માધાન નામનો મંડપ દેખાય છે, એને જોવાથી જ આંખને ઘણી શાંતિ મળી જાય છે અને એ મંડપ ઘણે જ વિશાળ દેખાય છે, વળી એ મંડપ આ જૈનપુર નગરમાં રહેનાર સર્વ લોકોને ઘણે વહાલે છે. એ મંડપને તું જે ! ખરેખર, સંતોષ રાજા એ ચિત્તસમાધાન મંડપમાં જ હેવા જોઈએ.”
પ્રકર્ષ–“મામા! જે એમજ હોય તે આપણે એ ચિત્તસમાધાન મંડપમાં દાખલ થઈ સંતોષ રાજાને જોઈએ.” વિમર્શ ભલે ભાઈ! એમ કરીએ.”
વિશાળ મંડપની ભવ્ય રચના. આ પ્રમાણે વાતચીત કરી મામા ભાણેજ તે ચિત્તસમાધાન મંડપમાં યોગ્ય સ્થળેથી દાખલ થયા એટલે તેઓના જોવામાં આખો મંડપ અંદરથી આવી ગયું. એ મંડપ જોતાં જ તેમને જણાયું કે એ પોતાના પ્રભાવથી વિક્ષેપ પામેલા લેકોના સંતાપને દૂર કરે તેવો સુંદર છે. એ મંડપની વચ્ચે એક ચાર મુખવાળા રાજા તેમના જેવામાં આવ્યા. તે આખા મંડપમાં રાજ્યમંડળની બરાબર વચ્ચે બેડેલ હતા, પિતાના તેજથી તેણે અંધકારનો વિનાશ કરી નાખેલ જણું હતું, તેમની આસપાસ અનેક લેકે વીંટાઈને બેઠેલા જણાતા હતા, તે સત ચિત્ત અને આનંદને આપનાર દેખાતા હતા, એક મોટી વિશાળ વેદિકા ઉપર આવી રહેલા અત્યંત સુંદર સિંહાસન ઉપર તે રાજા બેઠેલા દેખાતા હતા. આવા મોટા રાજાને સુંદર રીતે મંડપમાં બેઠેલ મામાભાણેજે જોયા. એ રાજાને જોતાં પ્રકના મનમાં અત્યંત આનંદ થયો, ઘણેજ હર્ષ થઈ આવ્યો અને પૂર્ણ પ્રેમ પ્રગટ થયો. તેની પ્રકૃતિ સાધારણ રીતે નવું નવું જાણવાની બાબતમાં કૌતકવાળી હોવાને લીધે તે વખતે તેને કેટલાક પ્રશ્નો પૂછી હકીકત સમજવાની ઈચ્છા તેના સ્વભાવ પ્રમાણે થઈ આવી. પછી તેણે મામાને પોતાના સંદેહે એક પછી એક પૂછવા માંડયા.
૧ ચિત્તસમાધાનઃ સારૂં ચિત્ત. નકામી કલ્પના, કવિકલ્પ, વિકળતા, વૈમનરયરહિત સ્થિરતાવાળું પવિત્ર મન. એવા મનમાં જ સંતોષની હાજરી સંભવે છે. ચિત્તનું સમાધાન-સમતોલપણું જ્યાં થાય તેને અહીં સારા મનરૂપ મંડપ ગણવામાં આવ્યો છે.
૨ વેદિકા, સિંહાસન, ચતુર્મુખ વિગેરે બાબત વિસ્તારથી આજ પ્રકરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org