________________
૧૦૪૧
પ્રકરણ ૩૨ ] જૈનપુર દર્શન. સંધિ વિગેરને તેમણે દળી નાખ્યા છે; છોકરાના રૂપને (સોળ કલાયોને) તેઓએ દૂર નસાડી મૂક્યાં જણાય છે; જ્ઞાનસંવરણ (જ્ઞાનાવરણ) વિગેરે ત્રણ અત્યંત ખરાબ રાજાએ છે તેમને તે મહાત્માઓએ વિનાશ કરી નાખ્યો દેખાય છે; સાત રાજાઓમાંથી બાકીના ચાર વેદનીય વિગેરે રાજાઓ રહ્યા તેમને એ મહાત્માઓએ પિતાને અનુકૂળ કરી દીધેલા હોય તેમ દેખાય છે; એ મેહરાજાનું ચારે પ્રકારનું લશ્કર તેઓના સંબંધમાં જાણે તદ્દન નાશ પામી ગયેલું હોય તેમ દેખાઈ આવે છે; તેઓના ચાળા ચટકા તદ્દન શાંત થઈ ગયેલા દેખાય છે, વિલાસો તેઓના સંબંધમાં ગળી ગયેલા દેખાય છે અને સર્વે પ્રકારના વિકારે તેના સંબંધમાં તદ્દન અદશ્ય થઈ ગયા હોય છે.
ભાઈ પ્રક! તારી પાસે કેટલું વર્ણન કરૂં? સંક્ષેપમાં કહું તે મેં તને અગાઉ કહ્યું હતું કે ચિત્તવૃત્તિ મહા અટવીમાં સર્વ વસ્તુ પ્રાણીઓને બાહ્ય રૂપે ઘણી જ દુઃખ દેનારી થાય છે અને પ્રાણીઓ તેની અસરતળે અનેક પ્રકારના ત્રાસ પામ્યા કરે છે. તે સર્વ વસ્તુએને મહાત્મા પુરૂષો આ ભવચક્રમાં બેઠા બેઠાજ લગભગ નાશ પામેલી જુએ છે, જાણે તે વસ્તુઓ હોય જ નહિ એમ તે મહાત્માઓના સંબંધમાં બનતું જોવામાં આવે છે. ખરેખર એ મહાત્માઓ મેટા બુદ્ધિશાળી છે! એ મહાત્માઓમાં ધ્યાનયોગ એ બળવાન હોય છે કે તેને લઈને તેઓની ચિત્તવૃત્તિ અટવી સર્વ પ્રકારના ઉપદ્રથી રહિત જણાય છે, તદ્દન શ્વેત થઈ ગયેલી દેખાય છે અને અનેક પ્રકારનાં રવો (જ્ઞાનાદિ )થી ભરપૂર દેખાય છે. એ જે મહાત્માઓનું તારી પાસે પૂર્વે વર્ણન કર્યું તે સર્વ તપોધને (મહાત્માસાધુઓ-પ્રગતિ પામેલા વીર પુરૂષ) દેખાય છે તેમને તું બરાબર ધારી ધારીને જોઈ લે.”
૧ સોળ છોકરાની ઓળખાણ પૃ. ૮૭૮ થી થાય છે.
૨ સાત રાજાઓની ઓળખાણ પ્રકરણ ૧૮ માં પૃ. ૮૮૮૮ થી શરૂ થાય છે. તેમાં જ્ઞાનસંવરણ દર્શનાવરણ અને અંતરાયનામના ત્રણ રાજાઓ અત્યંત દુષ્ટ છે.
૩ વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર. બાકી આઠમે મહારાજા રહ્યો તેની હકીક્ત ઉપર આવી ગઈ છે.
૪ ચાર પ્રકારના બંધ સમજવા અથવા અંગત લશ્કર, સામંતચ, સામતેનો પરિવાર અને મિત્ર રાજાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org