________________
પ્રકરણ ૩૨ ] જૈનપુર દર્શન.
૧૦૩૭ વિચક્ષણાચાર્ય નરવાહનને કહે છે કે-“આ હકીકત ઘણી ઉપયોગી ! મામા ભાણેજ વચ્ચે પછી વાર્તા ચાલી.”
રસિક જીજ્ઞાસુ ભાણેજનું યોગ્ય કુતૂહળ, જીતનારાઓના દર્શનની જિજ્ઞાસા.
જૈનપુર તરફ તે માટે પ્રયાણ, પ્રકર્ષ–“મામા! તમારી કૃપાથી આ ભવચક નગર મેં ઘણું ખરૂં બરાબર જોયું, વળી અંતરંગના રાજાઓમાં કેટલી શક્તિ છે તે પણ મારા સમજવામાં આવી ગઈ, પણ મામા ! મને એક વાત તો બહુ હસવા જેવી લાગે છે. જોકેમાં નાના છોકરાઓ પણ વાત કહે છે એવી વાત થઈ મોટી જાન લઈને કન્યા પરણવા સારૂં ગયા તે કન્યાને જ પાછા વળતી વખત ભૂલી આવ્યા! આપણે પણ એવું જ કૌતુક કર્યું જણાય છે! જુઓ મામા! મહામહ વિગેરે રાજાઓને જિતનારા જે મહાત્મા મનુષ્ય હોય છે અને જે સંતોષની સાથે રહેલા હોય છે તેઓને જોવા માટે આપણે ખાસ કરીને આ ભવચક્ર નગરમાં આવ્યા ડતા અને આપણે એ મહાત્માઓને તે જોયા જ નહિ, સંતષિરાજા પણ દેખાયા નહિ, ત્યારે જે હેતુથી આપણે અહીં આવ્યા હતા તે તુ તે જરા પણ પાર પડ્યો નથી; મતલબ આપણે અહીં આવવાને મૂળ મુદ્દો હજુ ઊભોજ છે; માટે મામા ! મારા ઉપર મહેરબાની કરીને એ મહાત્માઓ અને એ સંતોષ રાજા જે સ્થાનકે રહેતા હોય ત્યાં મને લઈ જાઓ અને તેઓને સારી રીતે ઓળખાવી બતાવો.”
વિમર્શ–“ભાઈ ! આ વિવેકપર્વત જેના ઉપર આપણે ઊભા છીએ તેના અપ્રમત્તત્ત્વ શિખર ઉપર જૈનપુર દેખાય છે, તેમાં એવા મહાત્માઓ વસે છે અને જે રાજાનું નામ તે આપ્યું તે પણ ત્યાં છે. તે આપણે ત્યાં ચાલે, હું તને તે સર્વ બતાવું. જ્યારે તું તેઓને બરાબર સાક્ષાત તારી નજરે જોઇશ એટલે સર્વ હકીકત તને સ્વયમેવ સમજાઈ જશે.”
સાધુદર્શન-સાધુવર્તન, સાધુઆહાર-સાધુજીવન,
સાધુ સંબંધી ચિત્તવૃત્તિઅટવી. પ્રકર્ષે જૈનપુર તરફ જવાની હા પાડી એટલે મામા ભાણેજ તે
૧ જુઓ પૃ. ૧૦. ભવચક્રનગર જેવા જવાને હેતુ ત્યાં આપ્યો છે. (પ્રકરણ ૨૦ મું-ચાલુ પ્રસ્તાવ,)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org