________________
પ્રકરણ ૩૧]. પપુરના નિવૃતિમાગી.
૧૦૩૫ આવી રીતે જમીન પર રહેનારા એ પાંચ નગરવાસીઓ સદરહુ કારણને લઈને મિથ્યાદર્શનથી મોહવાળા થઈ ગયેલા છે, મિથ્યાદર્શનમાં મુંઝાઈ ગયેલા છે એમ કહેવામાં આવ્યું છે. - હવે જે પિલા શિખર ઉપર ચઢેલા લેકે છે અને તેના ઉપર આવેલા શહેરમાં રહેનાર (જૈન) છે તેઓ જે નિર્વતિનગરીનો માર્ગ બતાવે છે તે બરાબર સાચો અને વાંધાવગરનો રસ્તો છે. એની હકીકત એમ છે કે પેલો મિથ્યાદર્શન મંત્રી ગમે તેવો બળવાન હોય તે પણ જેઓ સાચા રસ્તાને હોય તેવા રૂપમાં (બરાબ૨) જાણનારા હોય છે અને વળી જેઓ જાતે વીર્ય(શક્તિ)વાળા હોય છે તેના ઉપર તે કઈ પણ પ્રકારની બાધા પીડા કરી શકતો નથી. એ શિખર પર આવેલા નગરમાં રહેલા લોકો પણ જ્ઞાન અને શ્રદ્ધાથી પોતાની જાતને પવિત્ર કરીને સંસારબંદિખાનાથી તદ્દન નિઃસ્પૃહ રહે છે અને ચારિત્રરૂપ વાહનમાં બેસીને નિવૃતિનગરીએ જાય છે. અને ભાઈ! આ સાચા રસ્તે કેવા પ્રકાર છે અને (નિવૃતિનગરીના) બીજા રસ્તાઓ તે પ્રકારના કેમ નથી એ સંબંધી જે તારી પાસે હું વિચારણા કરું તે તે મારે આ જન્મારે પૂર થઈ જાય પણ એ સંબંધી વિચારણાને છેડે આવે નહિ; માટે તને ટુંકામાં જ કહી દઉં છું તે તું સમજી લેજેઃ જ્ઞાનદર્શનચારિત્ર લક્ષણવાળો જે આ આંતર મત છે તેને વિદ્વાનોએ સ્પષ્ટ રીતે નિવૃતિના માર્ગ તરીકે ગણાવ્યો છે અને તે ખરેખર તેવો જ છે. એ નિર્વતિનો રસ્તે છે તે પર્વત ઉપર રહેનારા લોકેએ જ ( જૈનએ જ ) જે છે અને જમીન ઉપર રહેનારા લેકેએ જે નથી.
આવી રીતે ભાઇ ! ભવચકની અંદર મિથ્યાદર્શન નામના-મંત્રીએ વિડંબના કેવી કેવી અને કેને કેને કરેલી છે તેનું તારી પાસે ટુંકામાં વર્ણન કરી બતાવ્યું.”
આ પ્રમાણે લંબાણ વિવેચન કરીને વિમર્શમામા જરા અટક્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org