________________
પ્રકરણ ૩૧ ] ષપુરના નિર્વતિમાર્ગો.
૧૦૩૩ માટે નોદિનાથી ધર્મ જણાય છે, પરંતુ બીજા કોઈ પ્રમાણથી નહિ. કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણે તે વિદ્યમાનને જ ગ્રહણ કરનારાં છે પરંતુ ધર્મ કર્તવ્યતા રૂપ છે અને કર્તવ્યતા તે ત્રિકાળ શૂન્યાર્થ રૂપ છે.
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અપત્તિ, શબ્દ અને અભાવ એ છ પ્રમાણે મીમાંસકો માને છે.
આ પ્રમાણે મીમાંસક દર્શન સંબંધી ટુંક સાર કહો.
જૈન,
ભાઈ પ્રક! આ વિવેક મહાપર્વત ઉપર આરૂઢ થયેલા અને તે પર્વતના અપ્રમત્તત્ત્વ શિખર પર રહેલા જેન લેકેએ નિવૃતિનગરીએ જવાને માર્ગ આ પ્રમાણે દીઠે છે –
જીવ, અજીવ, આવ, બન્ધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તો છે. તેની હકીક્ત આ પ્રમાણે છે:
તેમાં સુખદુઃખન્નાનાદિ પરિણામને પામનાર તે જીવ જાણુ.
તેનાથી વિપરીત લક્ષણવાન (એટલે સુખદુઃખન્નાનાદિ પરિણામને પામે નહિ) તે અજીવ જાણુ.
મિથ્યાદર્શન અવિરતિ કષાય અને યોગ એ (કર્મ)બંધના હેતુ છે; તેજ આસવ છે.
આસવનું કાર્ય તે બંધ છે. આસવથી વિપરીત તે સંવર, સંવરનું ફળ નિર્જરા. નિર્જરાનું ફળ મેક્ષ. એ સાત પદાર્થો છે.
તેમાં વિધિ અને નિષેધ બતાવ્યા છે, અનુષ્ઠાને જણવ્યાં છે અને પદાર્થદર્શનનો પરસ્પર વિરોધ નથી.
આ જૈન દર્શનમાં સ્વર્ગની ઈચ્છા હોય તેમણે તપધ્યાન વિગેરે આચરવાં જોઈએ (આ વિધિમાર્ગ સમજવો).
સર્વ જીવોને હણવા ન જોઈએ ” એવું વચન છે (એ પ્રતિષેધ સમજ).
હમેશા (સાધુએ) સર્વ ક્રિયાઓમાં સમિતિ અને ગુપ્તિ પાળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org