________________
પ્રકરણ ૩૧] પુરના નિવૃતિમા.
૧૦૩૧ તેઓ પ્રત્યક્ષ અને અનુમાન એવાં બે પ્રમાણ કહે છે. આ પ્રમાણે બૌદ્ધોના મતને સંક્ષેપમાં અર્થ જાણુ.
એ બૌધ મતમાં વૈભાષિક, તાંત્રિક, ગાચાર અને માધ્યમિક એવી ચાર શાખાઓ છે.
વૈભાષિક: તેમાંની વિભાષિક શાખાની હકીકત આ પ્રમાણે છેઃ પદાર્થ ક્ષણિક છે, તે આ પ્રમાણે જન્મ ઉત્પન્ન કરે છે, સ્થિતિ સ્થાપન કરે છે, જરા જર્જરિત કરે છે, વિનાશ નાશ પમાડે છે-આત્મા પણ તે ક્ષણિક છે અને તે પુદગલ કહેવાય છે.
સૌતાંત્રિક: સૌતાંત્રિક મત આ પ્રમાણે છેઃ રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંરકાર એ પાંચ સ્કંધ શરીરી માને છે, પરંતુ આત્મા એ નામનો કઈ પદાર્થ નથી. પરલોકમાં જનારા એ સ્કંધે જ છે. સંસ્કાર માત્ર ક્ષણિક છે, સ્વલક્ષણ એજ પરમાર્થ છે, અન્ય અહિ એટલે ઇતર પદાર્થની વ્યાવૃત્તિ તે શબ્દાર્થ. નૈરાગ્ય ભાવનાથી જ્ઞાનસંતાનને ઉચ્છેદ તે મેક્ષ,
યોગાચાર: યોગાચારને મત આ પ્રમાણે છેઃ આ સઘળું ભુવન તે વિજ્ઞાનમાત્ર. એ સિવાય કેઈ બાહ્ય પદાર્થ નથી. જ્ઞાનરૂપ એક અÀત માત્ર તાત્વિક છે. તેનાં સંતાનો અનેક છે. વાસનાના પરિપાકથી નીલ પીતાદિને પ્રતિભાસ થાય છે. આલયવિજ્ઞાન તે સર્વે વાસનાને આધારભૂત છે અને આલયવિજ્ઞાનની વિશુદ્ધિ તેજ અપવર્ગ એટલે મેક્ષ.
માધ્યમિક: માધ્યમિક મત પ્રમાણે આ સઘળું શૂન્ય છે અને પ્રમાણુ પ્રમેયને વિભાગ તે માત્ર સ્વમ સમાન છે. શૂન્યતા દૃષ્ટિ તેજ મુક્તિ છે અને તેને માટે સર્વ ભાવનાઓ છે.
બૌદ્ધ દર્શનના વિશેષ ભેદે ઉપર તે પ્રમાણે સંક્ષેપમાં વિચારણું કરી.
ચાવક
ચાવોને લેકાયત અથવા બાહસ્પત્ય પણ કહેવામાં આવે છે. (નિર્વિચાર સામાન્ય માત્ર તે લેક કહેવાય. લેકની માફક જે આચરણ કરે તે લોકાયત” તથા બ્રહસ્પતિએ એ મતની પ્રરૂપણું કરી તેથી
૧ મેં ચાવકને સંખ્યા આપી નથી. કેટલાક મીમાંસકોને આધુનિક ગણી ચાવકને દર્શનસંખ્યામાં ગણે છે. ચાર્વાકને મોક્ષજ નથી, કર્મ નથી, પરભવ નથી તેને દર્શનગણનામાં લેવા મને યોગ્ય લાગ્યા નથી. એ સંબંધી ખુલાસે સદરહુ પરિશિષ્ટમાં પણ લખ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org