________________
પ્રકરણ ૨૮ ] સાત પિશાચીઓ.
૯૯૭ મરાવે છે, કુદકા મરાવે છે, ઉલ્લાસ કરાવે છે, નાચ કરાવે છે, દેડાદોડી કરાવે છે અને તે સર્વમાં યૌવનનો મદ દેખાડી આપે છે; વળી તેઓ પાસે અભિમાન કરાવે છે, પરાક્રમ કરાવે છે, ભાંડચેષ્ટા કરાવે છે, સાહસ કરાવે છે અને એવાં એવાં અનેક ઉદ્ધતાઈ ભરેલાં વર્તન તેની પાસે કરાવે છે. આવા આવા પોતાની સાથે સેનાનીઓને લાવીને એ યૌવન, લોકોને આ દુનિયામાં નચાવે છે. લોકો પણ એવા વિચિત્ર છે કે જ્યારે એ યૌવનના સંબંધમાં પોતે આવે છે ત્યારે ભોગસંભગના સુખથી પોતાને ઘણું જ ભાગ્યશાળી માને છે અને એવી રીતે એ કાળપરિણતિ મહાદેવીએ મોકલેલ યોગી થોડે વખત લોકોને નચાવે છે. ત્યાર પછી પેલી જરા જાણે સાક્ષાત રાક્ષસી જ હેય નહિ તેમ હાથમાં ખા લઈને પેલા યૌવન નામના ચાકરને તેના પરિવાર સહિત પોતાની શક્તિથી ચૂરી નાખે છે, તેના કકડે કકડા કરી નાખે છે અને તેને જાણે તદ્દન હતવીર્ય કરી નાખે છે. એવી સ્થિતિ થાય છે એટલે લોકોની જુવાની ખલાસ થઈ જાય છે અને તેઓમાં ઘડપણું આવે છે એટલે તેઓ બાપડા હજારો દુઃખના ભેગા થઈ પડે છે, અને અત્યંત ગરીબ રાંક જેવા થઈ જાય છે, તેમની પોતાની સ્ત્રીઓ તેમને હડધૂત કરે છે, તેમના કુટુંબીઓ તેમને તિરસ્કાર કરે છે, તેમનાં બાળબચ્ચાંઓ તેમની મશ્કરી કરે છે, જુવાન સ્ત્રીઓ તેમના તરફ ધિક્કાર બતાવે છે, તેઓ વારંવાર અગાઉ ભગવેલા ભેગને દીલગીરીપૂર્વક યાદ કરતા રહે છે, વારંવાર ઉધરસ ખાધા કરે છે અને ભાંગી ત્રુટી ખાટલીમાં પડ્યા આળોટે છે, તેઓનાં નાકમાંથી લીટ ચાલ્યું જતું હોય છે, વાતવાતમાં સામા ઉપર તેઓ ગરમ થઈ જાય છે, મીજાજ ખોઈ બેસતા જરા પણ વખત લાગતો નથી, અન્યના અનાદરથી અસંતોષ પામી ક્રોધાયમાન થાય છે અને એવી રીતે જરાથી પરાભવ પામેલા પ્રાણુઓ ગતિહીન થવાથી દિનરાતભર સુઈ રહે છે. ૨ રાજા,
“ ભાઇ પ્રક! તારી પાસે મેં લેકેને પીડા કરવામાં તત્પર રહેનારી જરાનું વર્ણન કરી બતાવ્યું. હવે એ સાત સ્ત્રીઓમાં બીજી
જા" નામની ભયંકર સ્ત્રી છે, રાક્ષસી જેવી દારૂણ દેખાવમાં લાગે છે તેની હકીકત કહી સંભળાવું તે સમજી લે. જે એ જ ( વ્યાધિ
૧ મકરાપણું ૨ રેગપીડા, વ્યાધિ, મંદવાડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org