________________
૧૦૦૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
અને એ જીવિકાના જોરથી લોકો પાતપાતાનાં સ્થાનમાં સુખેથી રહે છે અને આવી રીતે લેાકેાનું તે હિત કરનારી હાવાથી સર્વને ઘણી વહાલી લાગે છે. આવી સુંદર જીવિકાને મારી નાખીને-તેનું ખૂને કરીને એ ભયંકર પિશાચણી સ્મૃતિ લોકોને બાપડાઓને પેાતાને ઠંકાણેથી ખસેડીને બીજે ધકેલી મૂકે છે અને તેવું કામ કરવામાં એ પાપી રાક્ષસીને આનંદ આવે છે. વળી લોકોને બીજે મેાકલી આપે છે એટલું જ નહિ પણ તે એવી ખરાબ રીતે માકલે છે કે તેઓ પાછા પેાતાને અસલ સ્થાને આવી શકે જ નહિ, અથવા શેાધ્યા દેખાય પણ નહિ: પેલા 'રિપુકંપનને જેમ કાઢી મૂક્યો તેમ તેને દૂર લઇ જાય છે. અને વળી ખાસ વાત તે એ છે કે સ્મૃતિના આદેશથી લેાકેા ખીજ જગ્યાએ જાય છે ત્યારે અહીનાં ધન, ઘરબાર, સગાસ્રહીએ અને સંબંધીઓ સર્વને અહીં મૂકીને તદ્દન એકલા જ ચાલ્યા જાય છે, તે સર્વ મેળવવા માટે ગમે તેટલા પ્રયત્ન કર્યો હાય છતાં પણ તે સર્વને મૂકીને ચાધ્યા જાય છે અને પેાતાની સાથે લાંબી મુસાફરીમાં ભાથા તરીકે માત્ર ખરાબ કે સારાં નૃત્યાનેજ લેતા જાય છે અને એવી રીતે મુખ દુ:ખથી ભરપૂર માટે રસ્તે પડી જાય છે. ત્યાર પછી તેના હેાકરા કે સગા થાડો વખત રડવા ફૂટવાની ધમાલ કરે છે અને પછી થોડા વખતમાં પોતપોતાને કામે લાગી જાય છે, ખાય છે, પીવે છે અને સર્વ વ્યવહાર કરે છે, મરનારના ધનના ભાગ પાડે છે, તેને માટે પરસ્પર લડે છે, અને જેમ કૂતરાને એક માંસના ટુકડો મળે તે અરસ્ટ્સ સામસામી ખેંચતાણ કરે તેવા દેખાવ કરી મૂકે છે. હવે એવા પૈસા એકઠા કરવામાં જે પ્રાણીએ પાપના થાકડાઓ બાંધ્યા હાય છે તે તેા મરીને શ્રૃતિના આદેશથી અન્ય સ્થાને ગયેલા એકલા પોતે અનેક પ્રકારનાં દુઃખા સહન કરે છે અને પછવાડે રહેનારા તેના ધનને માટે લડી મરે છે, પણ મરનારની પીડામાં ભાગ લેવા કોઇ આવતું નથી. આવી અત્યંત ત્રાસજનક સ્થિતિ એ સ્મૃતિ નામની ત્રીજી પિશાચણી ઉત્પન્ન કરે છે.
૪. ખલતા.
**
જૂદા જૂદા આકારનાં સ્થાનમાં આ નગરમાં પ્રાણીઓને માવતી સ્મૃતિ નામની પિશાચણીની હકીકત મેં તને કહી સંભળાવી. એ ભવચક્રમાં લોકોને એક ઠેકાણેથી બીજે અને બીજેથી ત્રીજે એમ
૧ જુએ આ પ્રસ્તાવનું પ્રકરણ ૨૬ યું. રિપુકંપન ત્યાં પુત્રમરણથી મરણ પામે છે. પૃષ્ઠ ૯પ૧. એ રિપુકંપનને કથાનાયક રિપુદારૂણ સાથે ભેળવી ન નાખવો. ૨ પાપ અને પુણ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org