________________
પ્રકરણ ૨૮] સાત પિશાચીએ.
૧૦૦૭ ઉદ્વેગ થઈ આવે, એથી તેઓ આદેય નામકર્મ વગરના, પિતાની હીનતા થઈ જશે એવી શંકામાં નિરંતર રહેનારા અને મશ્કરી હાંસીનાં સ્થાનભૂત થઈ પડે છે, પિતાના રૂપથી ગર્વ કરનારા બાળ જીવો તેને જોઈને હસે છે, તેની કદરૂપતા ઉપર ટીકા કરે છે. વળી એ ઉપરાંત એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે એવા વામનજી કે કુબડાઓ હોય છે તે ઘણે ભાગે તદ્દન ગુણવગરના હોય છે, વર્તનમાં બહુ સારા જવલ્લે જ હોય છે, કારણ કે માતા જ વરરે, કલા વિદ્યા ગુore સામાન્ય રીતે નિર્મળ ગુણે સારી આ તિમાં જ સ્થાન પામે છે–વસે છે-રહે છે. આવી રીતે એ કુરૂપતા આ દુનિયામાં અનેક પ્રકારે વિડંબના કરનારી છે તે ભાઈ પ્રકર્ષ! તારા સમજવામાં આવ્યું હશે. ૬, દરિદ્રતા.
ભાઈ પ્રક! લેકેને વિડંબના કરનારી કુરૂપતા સંબંધી હકીકત તને સંક્ષેપમાં કહી બતાવી. હવે દરિદ્રતા સંબંધી હકીકત તને કહું છું તે તું લક્ષ્ય રાખીને સાંભળ. વત્સ! આ દરિદ્રતાને પ્રેરણું કરીને મોકલનાર તે પેલો પાપોદય નામનોજ સેનાપતિ છે. જે ખલતાને ભવચકમાં એકલે છે તેજ પાપોદય આ દરિદ્રતાને પણ મોકલી આપે છે. દરિદ્રતાને અહીં મોકલતી વખતે એ પાપદય અંતરાય” નામના સાતમા રાજાને આગળ કરે છે. એ પાપોદય દરિદ્રતાનો ખરેખર કારણભૂત છે, બાકી બાહ્ય નજરે લોકો તો એ ગરીબાઇનાં ઘણું કારણે જે છે અને તેજ તેનાં કારણે છે એમ માને છે. એ બાહ્ય કારણે કયાં કયાં છે તે પણ તને કહી સંભળાવું છું. જળ (પાણીનું પૂર, અતિવૃષ્ટિ વિગેરે), અગ્નિ (આગ થવી), લુંટારા, રાજા, સગાં, ચેર, મદ્ય (દારૂ, ભાંગ, ગાંજો ), ધૂત (જુગાર, સટ્ટ, તેજીમંદી, વાયદે વિગેરે), ભેગીપણું, વેશ્યાગમન, ખરાબ ચાલચલગત અને એ સિવાય બીજું જે કઈ કારણે ધનહાનિને પોતાના મિત્ર બનાવ
૧ અદેયનામકર્મના ઉદયથીનું પ્રાગનું વચન લોકોમાં માનનીય થઈ પડે છે, તે જે બેલે તે વાતને લોકે ટેકો આપે છે અને તે જાહેરમાં સર્વાનુમતે પિતાની હકીકત અત્યંત આનંદપૂર્વક અલ્પ પ્રયાસે પસાર કરાવી શકે છે.
૨ કરિનાથથરિ એ સામાન્ય ઉક્તિ છે, અનુભવથી પણ એમજ જણાય છે છતાં કદરૂપા માણસે હમેશા તદ્દન નિર્ગુણ હોય એવું નથી. એકંદરે ગ્રંથકતએ “પ્રાયે-ઘણે ભાગે એ શબ્દ મળે છે તે યોગ્ય છે.
૭ જુઓ પૃ. ૧૦૦૩. ૪ અંતરાય રાજાની હકીકત માટે જુઓ પૃ. ૮૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org