________________
૧૦૨૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ૭. “અવયવી પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન
એ પાંચ અવયવ છે. ૮. તર્ક સંપાયને દૂર કરવા માટે અન્વયધર્મનું અનવેષણ કરવું
દાખલા તરીકે આ તે ઝાડનું ઠુંઠું (સ્થાણુ) હશે કે પુરૂષ
હશે વિગેરે તે તર્ક. ૯. “નિર્ણય સંશય અને તર્ક પછી જે નિશ્ચય છે તે નિર્ણય.
જેમકે આ સ્થાણું જ છે અથવા આ પુરૂષ જ છે વિગેરે-તે
નિર્ણય. ૧૦. કથા ત્રણ પ્રકારની છે. વાદ, જ૯૫ અને વિતંડા. તેમાં ગુરુ
અને શિષ્ય વચ્ચે પક્ષ અને પ્રતિપક્ષને સ્વીકાર કરી અ
ભ્યાસ માટે જે કથા કહેવામાં આવે છે તે વાદ” કથા. ૧૧. માત્ર પરસ્પર વિજયની ઈચ્છાથી જ છલ, જતિ, નિગ્રહસ્થાન
વિગેરે દૂષણોના આરેપવાળી કથા તે “જલ્પ” કથા. ૧૨. એજ જલ્પમાં જ્યારે પ્રતિપક્ષની ગેરહાજરી હોય ત્યારે તે
વિતંડા' કહેવાય છે. ૧૩. હેતુ ન હોવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. ૧૪. “નવકંબલવાળો દેવદત્ત” વિગેરે “છળ” કહેવાય છે. ૧૫. દૂષણભાસો તે “જાતિ” કહેવાય છે. ૧૬. સામે માણસ વાદ કરતે બંધ પડે તે “નિગ્રહસ્થાન, નિગ્રહ
એટલે પરાજય અને સ્થાન એટલે કારણ. એના બાવીસ ભેદ છે, (એ સર્વપરનું વિવેચન રસદરહુ પરિશિષ્ટમાં છે. શકાશે) તે આ પ્રમાણે ૧ પ્રતિજ્ઞાાનિ, ૨ પ્રતિજ્ઞાંતર, ૩ પ્રતિજ્ઞાવિરોધ, ૪ પ્રતિજ્ઞા સંન્યારા, ૫ હેત્વન્તર, ૬ અને તર, ૭ નિરર્થક, ૮ અવિજ્ઞાતાર્થ, ૮ અપાર્થક, ૧૦ અપ્રામકલ, ૧૧ ન્યુન, ૧૨ અધિક. ૧૩ પુનરૂક્ત, ૧૪ અનનુભાવ ૧૫ અપ્રતિજ્ઞાન, ૧૬ અપ્રતિભા, ૧૭ કથાવિક્ષેપ, ૧૮ માતાનુજ્ઞા, ૧૮ પનપેક્ષણ ૨૦ નિરગુજ્યાનુયોગ, રા
અપસિદ્ધાન્ત, ૨૨ હેત્વાભાસ. આ પ્રમાણે પ્રમાણ વિગેરે સાળ પદાર્થ છે. એ પ્રમાણે નિયાયિક દર્શનને રક્ષેપ દર્શાવ્યું.
વૈશેષિક, ભાઈ પ્રક! વિશેષિકે એ નિતિનગરીએ જવાના માર્ગની આ પ્રમાણે કલ્પના કરી છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org