________________
પ્રકરણ ૩૧ ]
ધપુરના નિવૃત્તિમાર્ગો.
૧૦૨૭
૫ દૃષ્ટાન્ત, હું સિદ્ધાન્ત, ૭ અવયવ, ૮ તર્ક, હૃ નિર્ણય, ૧૦ વાદ, ૧૧ જપ, ૧૨ વિતંડા, ૧૩ હેત્વાભાસ, ૧૪ છલ, ૧૫ જાતિ અને ૧૬ નિગ્રહસ્થાન. એ સેાળ તત્ત્વના જ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. એ સાળના લક્ષણ કહે છે.
૧. પદાર્થના જ્ઞાનનું કારણ તે પ્રમાણુ.’ તે ચાર પ્રકારે છેઃ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ. ઇંદ્રિય અને પદાર્થોના સંબંધથી ઉત્પન્ન થનાર વચનદ્વારા કથન ન કરી શકાય એવું વ્યભિચાર દોષથી રહિત નિશ્ચયાત્મક જે જ્ઞાન તે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પૂર્વક ઉત્પન્ન થનાર જ્ઞાન તે અનુમાન. તે ત્રણ પ્રકારે છેઃ પૂર્વવત્, શેષવત, સામાન્યતાદૃષ્ટ. કારણથી કાર્યનું અનુમાન-જેમકે આકાશમાં કાળાં વાદળાંએ ચઢી આવવાથી વરસાદ થવાનું અનુમાન કરવું તે પૂર્વવત્. કાર્યથી કારણનું અનુમાન કરવુંજેમકે નદીમાં પૂર આવવાથી મથાળે વરસાદ થયેા હશે એમ અનુમાન કરવું તે શેષવત્. દેવદત્ત વિગેરે ગતિ કરવાથી દેશાંતરમાં જાય છે તે જોઇને સૂર્યની પણ દેશાંતર પ્રાપ્તિ ગતિપૂર્વક છે એવું અનુમાન કરવું તે સામાન્યતા દૃષ્ટ. આ પ્રમાણે બીજું પ્રમાણ ( અનુમાન) જાણવું. જાણીતી વસ્તુના સાધર્મ્યુથી અપ્રસિદ્ધ વસ્તુનું સાધન કરવું તે ઉપમાન; જેમકે જેથી ગાય દેખાય છે તેવાજ બળદ હાય છે. આસ પુરૂષાના ઉપદેશ તે શબ્દ આવી રીતે ચાર પ્રકારનું પ્રમાણ કહેવાય છે.
૨. પ્રમેય:’ આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દેાષ, પ્રેયભાવ, ( પૂર્વના દેહાદિ ત્યાગ કરી નવા સંઘાતનું ( ગ્રહણ કરવું તે), ફળ, દુઃખ, અપવર્ગ-આ માર પ્રમેય છે. ૩. આ શું હશે? આ તે થાંભલા છે કે પુરૂષ તે ‘સંશય’.
૪. 'પ્રયેાજન:' જેના અર્થે એટલે જેની અભિલાષાથી પ્રવૃત્તિ થાય તે પ્રયાજન.
૫. જેના સંબંધમાં યાદી પ્રતિવાદીને પરસ્પર વિવાદ હેાતા નથી તે હૃષ્ટાન્ત.’
૬. સિદ્ધાન્ત' ચાર પ્રકારે છેઃ સર્વતંત્રસિદ્ધાન્ત, પ્રતિતંત્રસિફ્રાન્ત, અધિકરણુ સિદ્ધાન્ત, અલ્યુપગમ સિદ્ધાન્ત.
૧ અને ખીજી બાબતાના વિસ્તૃત અર્થ પિિશષ્ટ નં.૩ માં નેઇ શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org