________________
૧૦૧૬
ઉપમિતિ ભવપ્રપંચા થા.
સુભગતા.
તેનાં મૂળ કારણા નથી, વસ્તુતઃ એ દુર્ભગતાનું કારણ તા દૌર્ભાગ્ય નામ કર્યું જ છે એમ તારે સમજવું, તત્ત્તરહસ્ય બરાબર સમજી ગયેલા વિદ્વાન પુરૂષા એની શક્તિ વર્ણવતાં કહે છે કે એ દુર્જગતા પ્રાણીને એકદમ અપ્રિય, વહાલો ન લાગે તેવા અને ઘણાજ દ્વેષ કરવા યોગ્ય બનાવી મૂકે છે. એ દુર્વ્યગતાના પરિવારમાં દીનતા (ગરીઆઇ), અભિભન્ન ( અપમાન ), બેશરમી, મનમાં અત્યંત દુ:ખ, એ છપ ( ઉણુાશ-ન્યૂનતા ), હલકાઇ ( લઘુતા ), વેશમાં તુચ્છતા, સમ જણમાં અલ્પતા, કરેલ કાર્યનાં ફળમાં અક્ષાંશ અથવા રહિતપણું વિગેરે તુચ્છ ભાવે લેવામાં આવે છે એટલે જ્યાં જ્યાં એ દુર્ભાગતા આ નગરમાં ફરે છે-જાય છે ત્યાં ત્યાં એ દીનતા વિગેરે એના પરિવાર પણ સાથે જાય છે; મતલબ દુર્ભગતાની સાથે દીનતા વિગેરે આવે છે. “ હવે એ નામ નામના મહારાજાએ ભવચક્રમાં એક સુભગતા ( ભાગ્યવાનપણું ) નામની લોકોને આનંદ આપનારી પરિચારિકા પણ મેાકલી આપી છે, એ પણ સારી રીતે પ્રસિદ્ધિ પામેલી છે અને જ્યારે નામ મહારાજ પ્રસન્ન થયેલા હોય છે ત્યારે જ સુભગતાને હુકમ આપે છે. એ સુભગતા જ્યારે આવે છે ત્યારે પાતાની સાથે શરીર સુખાકારી, તંદુરસ્તી, મનના સંતેાષ, ગર્વ, ગૌરવ, હર્ષ, સુંદર આશાજનક ભવિષ્ય, તિરસ્કારના અભાવ વિગેરેને પરિવારમાં લેતી આવે છે. એ જ્યારે પ્રાણીના સંબંધમાં ભચક્રમાં વિલાસ કરતી હાય છે ત્યારે તે પ્રાણીને આનંદરસથી ભરપૂર કરી દે છે, તેને સુખી બનાવે છે, તેનું વચન માનનીય કરે છે, સર્વ પ્રાણીએ તેના તરફ પ્રેમ રાખે એવા તેને જનવધુભ મનાવે છે, અને એવી રીતે પ્રાણીનું તે સર્વ પ્રકારે નસીબ પ્રકટ કરે છે. દુર્ભાગતા અને આ સુભગતાને સ્વાભાવિક રીતેજ શત્રુતા છે, ઉઘાડો વિરોધ છે અને તેથી જેમ હાથણી વૃક્ષલતા વિગેરેને મૂળથી ઉખેડી નાખે તેમ તે દુર્ભગતા પેલી સુભગતાને જડમૂળથી ઉખેડી નાખે છે. પછી જે બિચારા પ્રાણીઓના સંબંધમાં એ હિત કરનારી સુભગતાને ઉખેડી નાખવામાં આવે છે તે પ્રાણીએ સાધારણ રીતે જ લેાકેામાં તદ્દન અપ્રિય થઇ જાય છે અને વાત એટલે સુધી આવી પડે છે કે તેઓ પાતાના સ્વામીને પણ પસંદ આવતા નથી, શેઠને તેના ઉપર અપ્રીતિ થઇ જાય છે, પેાતાની સ્ત્રી જ તેને હડધૂત કરે છે, કરાએ તેના કહેવામાં રહેતા નથી, ખાંધવા તેને ૧ ભવિષ્યમાં પરાભન્ન ન પામે તેવી સ્થિતિ એટલે ભવિષ્ય વિચારીને દર્શદ્રષ્ટિથી કામ કરવાપણું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org