________________
૧૦૨૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ધર્મને નાશ થતો જાય છે અને લોકો અગ્ય પ્રવૃત્તિ કરે છે ત્યારે વેદનું રક્ષણ કરવા માટે અને પ્રવર્તતાં દૂષણેને દૂર કરવા માટે તેણે વેદ ઉપર મીમાંસા રચી. એ મીમાંસાને જુદા દર્શન તરીકે ગણવાની જરૂર રહેતી નથી. એ કારણને લઈને મીમાંસકપુર સિવાય બાકી પાંચ નગરે રહ્યાં તેને લેકે દર્શનની સંખ્યામાં ગણે છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી.”
પ્રકર્ષ–“જે આપ કહો છે તે પ્રમાણે હકીકત છે તો પછી લોકો જેને છઠું દર્શન કહે છે તે ક્યાં આવેલું છે તે આપ મને બતાવો.” વિમર્શ “ભાઈ પ્રક! આપણે આ વિવેક પર્વત ઉપર ઊભા
છીએ તેના ઉપર પેલું જે તદ્દન નિર્મળ મહાવિસ્તાર લોકોત્તર વાળું શિખર દેખાય છે અને જેનું નામ અપ્રમત્તવ જૈનદર્શન. કહેવામાં આવે છે તેના ઉપર એ છઠ્ઠ જૈનદર્શન
આવી રહેલ છે. એ નગર પણ મોટું વિસ્તારવાળું કે અને એની રચના વિગેરે સર્વ લેટેત્તર (અસાધારણ) છે તે જે તું બરાબર અવેલેકના કરીશ તે તારા ધ્યાનમાં આવી જશે. બીજાં બધાં દર્શનથી એ દર્શનમાં ખાસ વધારે અસાધારણ ગણે છે તેનું હું તને આગળ વિસ્તારથી વર્ણન કરી બતાવીશ, છતાં લોકરૂઢિથી એને પણ સર્વની સાથે એક (છઠ્ઠા) દર્શન તરીકે જ ઓળખવામાં આવે છે. વળી એમાં ખાસ હકીકત લક્ષ્યપર લેવા જેવી એ છે કે એ જૈનપુરમાં જે લેકે વસે છે તેમના ઉપર પિલ મિથ્યાદર્શન નામના મંત્રીનું જરા પણ જેર ચાલતું નથી અને તે લેકે એના કબજામાં જરા પણ રહેતા નથી.” - ૧ દર્શનની ગણનામાં ઘણો મતભેદ છે. વેદના અનુયાયીઓ તૈયાયિક, વૈશેષિક, સેશ્વર સાંખ્ય, નિરીશ્વર સાંખ્ય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મી માંસા એમ છ દર્શન માને છે. તેઓ વેદને અનુસરનાર ન હોય તેને નાસ્તીક માં ગણી તેમની દર્શનમાં ગણના કરતા નથી. છ ની સંખ્યા રાખવા છતાં જૈન મ• તાનયાયીઓ સેશ્વર અને નિરીશ્વર સાંખ્યને એક સાંખ્યમાં જ સમાવેશ કરે છે મીમાંસાને અર્વાચીન ગણી બન્નેને ઉડાવી દે છે અને એ ત્રણ ને સ્થાનકે બૌદ્ધ, જન અને લોકાયતને સમાવેશ કરી છ દર્શનમાં આર્યાવર્તન સર્વ દર્શનને સ• માવેશ કરે છે,
૨ મામા ભાણેજ વિવેકપર્વત ઉપરથી અવલોકના કરે છે તે યાદ આપવાની જરૂર નથી. પ્રમાદરહિતપણે આળસને ત્યાગ કરી આમાની સ્વભાવમાં રમણતા કરાવવી એ જૈન ધર્મનો ઉદ્દેશ છે. વિવેકી પ્રાણીઓ સાચા ખોટાની પરીક્ષા કરી અપ્રમાદી પણે આત્મધર્મ સાધે છે તેથી વિવેક ૫ર્વતના અપ્રમત્ત શિખરની અત્ર વ્યાખ્યા કરી છે.
૩ એને માટે જુઓ હવે પછીનું આ પ્રસ્તાવનું પ્રકરણ ૩૨ મું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org