________________
૩૦].
છ નગરની ભેટ,
૧૦૨૩ પ્રકર્ષ–“મામા! જે લકે જમીન ઉપર રહ્યા છે તેના ઉપર પેલા મિથ્યાદર્શન મંત્રીનો દોર ચાલે છે અને જે આ અપ્રમત્તત્ત્વ શિખર પર રહેલા છે તેના ઉપર તે કઈ પણ પ્રકારની બાધા પીડા કરી શકતા નથી તેનું કારણ શું?”
પંચ નગરવાસીઓનું સાધ્ય, સાધ્યપ્રાપ્તિ સારૂ કલપના, તેમાં થતી બેવડી ભૂલે,
અન્ય નગરની અસ્તિતા. વિમર્શ—“જે ભાઈ પ્રકર્ષ! એનું બહુ મજાનું કારણ છે. લેકમાં એક નિવૃતિ નામની ઘણી મનોહર નગરી છે અને તેમાં એક વાત તે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી છે તે વાત એ છે કે એ નગરી ઉપર મહામહ વિગેરે રાજાઓનું જરા પણ જોર ચાલતું નથી; તેઓને એ નગરી ઉપર કાંઈ દેર રહેતો નથી અને એ નગરીમાં તેઓથી પ્રવેશ પણ થઈ શકતો નથી. એ નગરીમાં કોઈ પણ પ્રકારના દુઃખને બીલકુલ અભાવ છે, તેમાં સંપૂર્ણ આનંદ અનંત કાળપર્યત રહેલો છે અને તે નગરીમાં વ્યાધિ ચોર શત્રુ કે પરમાધામી તરફથી કેઈ પણ પ્રકારનો ઉપદ્રવ થઈ શકતો નથી. એ નગરી એવી મનહર અને ઉપદ્રવ રહિત છે એ હકીકત એ સર્વે નગરવાસીઓના સાંભળવામાં આવેલી છે અને એક લેકાયતો(નાસ્તિકે)ને મૂકીને બાકીના સર્વ નગરવાસીઓ એ નગરીએ પહોંચવાની પિતાનાં મનમાં હોંસ રાખ્યા કરે છે; પરંતુ એમાં વાંધો એ આવે છે કે એ નગરીએ પહોચવાના અંતરંગ રસ્તાઓ તેઓ પોતપોતાની કલ્પના પ્રમાણે ગોઠવી લે છે અને તેથી તે રસ્તાઓમાં પરસ્પર ઘણે વિરોધ રહે છે. પરિણામ એ થાય છે કે જમીન પર જે લેકે રહે છે તેમણે નિર્વતિ નગરીએ જવાના જે માર્ગોની યોજના કરી છે તે યુક્તિથી ઘટતા નથી, ન્યાયની નજરે એ માર્ગોમાં ઉઘાડે વિરોધ દેખાઈ આવે છે અને તર્કની ટિપાસે તે ટકી શકતા નથી. હવે વિવેકપર્વત ઉપર આવી રહેલા અપ્રમત્તત્ત્વ શિખર ઉપર જે શહેર આવેલું છે ત્યાંના લેકે એ નિવૃતિને જે માર્ગ દીઠે છે તે સાચો છે અને ઘણે મનોહર છે, વિરોધ વગરનો જણાય છે અને ન્યાયની દલીલો પાસે બરાબર ટકી
તે છે. એ માર્ગે જવાથી લેકે જરૂર નિતિનગરીએ પહોંચે એમાં જરા પણ શંકા જેવું નથી. આ હકીકત હું તને કહું છું એમાં જરા પણ પક્ષપાત કરતું નથી. વળી તેને બીજી. પણ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org