________________
પ્રકરણ ૩૦ છ નગરની ભેટ,
૧૦૨૧ એ છ નગરમાં બીજું નગર છે તેને વૈશેષિક નગરના નામથી ઓળખવામાં આવે છે અને તેમાં જે લોકેની વ્યવસ્થા કરવામાં આવી છે તેને વૈશેષિક” કહેવામાં આવે છે. “ છ નગરમાં ત્રીજું નગર છે તેને સાંખ્ય નગર કહેવામાં આવે છે અને તેમાં જે લેકે રહે છે તેને “સાંખ્ય”ના નામથી બતાવવામાં આવે છે. છ નગરમાં ચોથા નગરને બૌદ્ધ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે અને તે નગરમાં જે લેકે વસે છે તે “બૌદ્ધના નામથી પ્રખ્યાત થયેલા છે. “છ નગરમાં પાંચમું નગર મીમાંસકના નામથી જાણીતું થયેલ છે અને તેમાં જે લોકો વસે છે તે “મીમાંસક તરીકે જાણીતા થયેલા છે. “ છ નગરમાં છેલું નગર લોકાયત અથવા ચાર્વાકના નામથી પ્રસિદ્ધ છે અને તે નગરમાં રહેનારા લેકે “નાસ્તીક” અથવા બહુપત્યના નામથી જણાયેલા છે (બહસ્પતિ નામના આચાર્ય જે તત્ત્વજ્ઞાન શીખવ્યું તે નીચામાં નીચી હદનો જડવાદ હતો તેથી જડવાદીઓને અથવા નાસ્તીકેને
બાહેપત્ય નામથી ઓળખવામાં આવે છે. ) એ નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને લોકાયત નગરમાં જે લેકે રહે છે તેના ઉપર મિથ્યાદર્શન પિતાનું શાસન બરાબર ચલાવે છે. એ મિાદર્શન પોતાની સ્ત્રી કુદષ્ટિ સાથે જે જે વિલાસો કરે છે એમ મેં તને અગાઉ બતાવ્યું હતું તે તે સર્વ એ છ આંતર શહેરના લેકમાં જોવામાં આવે છે.”
છઠ્ઠા નગર સંબંધી ચર્ચા. - પ્રક—“ ત્યારે મામા ! લોકવાર્તામાં આ મંડપમાં જે “છે દર્શને ” કહેવાય છે તેનું વર્ણન તમે કર્યું?” | વિમર્શ—“ ઉપર તને છ નગરનાં નામો કહેવામાં આવ્યાં તે નૈયાયિક, વૈશેષિક. સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને લોકાયત કહ્યાં, તેમાં એક મીમાંસક નગરને બાદ કરીને બાકીનાં પાંચ નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, બોદ્ધ અને લેકાયત રહ્યાં તે પાંચે દર્શને છે. છ જે મીમાંસકપુર કહેવામાં આવ્યું છે તે થોડા નજીકના વખતમાં થયેલું નવું નગર છે અને તેથી લોકો તેને દર્શનની સંખ્યામાં ગણતા નથી. હકીકત એમ છે કે જૈમિનિ નામના એક આચાર્ય જ્યારે જોયું કે વેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org