________________
૧૦૨૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. હતું, તેનું નામ 'મિથ્યાદર્શન આપ્યું હતું, તેને આપે કુદષ્ટિના પતિ તરીકે વર્ણવ્યો હતો અને જણાવ્યું હતું કે તે મહા ભયંકર છે તે મિ
ધ્યાદર્શન પિતાની શક્તિ વડે આ ભવચક્રમાં શું કરે છે, કેવી અસર નીપજાવે છે અને કેવા સંયોગોમાં કામ કરે છે તે હજુ આપે મને જણાવ્યું નથી. જોકે એ મિથ્યાદર્શનને વશ પડે છે ત્યારે તેમનું વર્તન કેવા પ્રકારનું થાય છે તે બરાબર જાણવાની હું હોંસ રાખું છું અને તેના સંબંધી ખુલાસાવાર હકીકત તમારી પાસેથી સાંભળવા ઈચ્છું છું.”
વિમર્શ–વત્ર પ્રક! તે સવાલ એ પૂછે છે કે તેના જવાબમાં તને ઘણી વિસ્તારથી હકીકત સમજાવવી પડે. જો, આ આખું ભવચકનગર ઘણે ભાગે એ મિથ્યાદર્શનને વશ રહે છે એમાં સંશય જેવું નથી. જેમ કે મેં એ ભવચકનગરમાં માનવાવાસ, વિબુ. ધાલય, પશુસંસ્થાન અને પાપી પંજ૨ રૂપ ચાર પેટાનગરે વર્ણવ્યાં હતાં એ ચારે નગરના લેકે પ્રાયે એ મિથ્યાદર્શનને વશ રહે છે. હવે એમાં એ મિથ્યાદર્શનની આજ્ઞામાં ખાસ કરીને રહેનારા જે પ્રાણીઓ છે તેનાં મોટાં મોટાં સ્થાનકે તને બતાવી દઉં” (આટલું બેલીને વિમર્શમામા પિતાને જમણો હાથ ઊંચો કરીને આંગળી વડે મિથ્યાદર્શનના તાબાનાં નગરો બતાવે છે અને પછી પાછો ખુલાસો કરતા આગળ બેલે છે) “ભાઈ ! એ માનવાવાસ નામના પટાનગરમાં જે છ અંતર શહેરે દેખાય છે તે મિથ્યાદર્શનની અસર તળે રહેલા લેકોનાં સ્થાન છે એમ તારે સમજવું. એ છ આંતર શહેરના લેકનાં ચિત્તને પિલા મિથ્યાદર્શન મંત્રીશ્વરે પિતાને વશ કરેલાં છે.”
પ્રકર્ષ“મામા! એ છે એ આંતર શહેરનાં નામ શું શું છે? અને તેની અંદર રહેનારા લેકે ક્યા નામથી જાણીતા થયેલા છે? તે આપ મને બરાબર જણાવો.”
છે આંતર શહેર અને લેકે, વિમર્શ–“વત્સ! બરાબર લક્ષ્ય રાખીને સાંભળ.
એ છ નગરમાં પ્રથમ નગરને નૈયાયિક નગર કહે છે અને તેની અંદર જે લોકો વસે છે તેને નિયાયિક કહેવામાં આવે છે.
૧ મિથ્યાદર્શન મંત્રીના વર્ણન માટે જુઓ પૃ. ૮૮૪-૮૫૨. ૨ કુષ્ટિના વર્ણન માટે જુઓ પૃ. ૮૫૩૮૫૬. ૩ છ દર્શનની ચર્ચા ખુલાસા સાથે આ પ્રકરણમાં આગળ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org