________________
પ્રકરણ ૨૮] રાક્ષસી દેશ અને નિવૃત્તિ.
૧૦૧૫ હોવાનું કારણ એ છે કે જ્યારે પ્રાણી એ પ્રમાણે પ્રવૃત્તિ કરતો હોય છે ત્યારે ભવિષ્યમાં અમુક કાર્યનું પરિણામ કેવું આવવાનું છે તે તે જાણતો હતો નથી અને તેથી વ્યવહારથી તજવા યોગ્ય સર્વ બાબતેના ત્યાગનાં સાધનો તે યોજે છે અને આદરવા યોગ્ય સર્વ બાબતોને આદરવાનાં સર્વ સાધનો યોજે છે. કારણ કે તે વખતે તે પિતાના મનમાં વિચાર કરે છે કે જે પોતે તે વખતે કાંઈ પ્રવૃત્તિ નહિ કરેપ્રયાસ નહિ લે તે પણ પ્રવૃત્તિ નહિ કરનારના સંબંધમાં એ કાર્યપરિણામ તે પ્રવર્યા વગર રહેશે નહિ અને ઉલટા કર્મપરિણામ વિગેરે કારણ સામગ્રીને પ્રાપ્ત કરીને એ તે વૈતાળની જેમ વધારે જોરથી જરૂર પ્રવર્તશે જ. વળી તે વિચાર કરે છે કે માણસ કાંઈ તદૂન જ ન કરી શકે તેવો નથી અને બરાબર વિચારીએ તો તે તેજ ખરે મુખ્ય છે, કારણ કે કર્મપરિણુંમ વિગેરે જે પ્રવર્તે છે તેનું ઉપકરણ (સાધન) તો તે પોતે જ છે. એવે વખતે તદ્દન હાથ જોડીને બેસી રહેવું એમાં પણ કાંઈ માલ નથી, કારણ કે વ્યવહારથી માણસ પોતાના હિત અને અહિતને પ્રવર્તાવી તથા અટકાવી શકે છે અથવા તેમ કરવાની તેનામાં શક્તિ છે એમ ધારવામાં આવે છે અને નિશ્ચયથી જોતાં તો સર્વ કારણેને સમૂહ એકઠે મળે તો અમુક કાર્ય પરિણામ રૂપે બરાબર પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તે પહેલાં પ્રાણીએ બરાબર વિચાર કર્યો હોય છતાં તેનું ધારવા કરતાં તદન ઉલટું જ પરિણામ આવ્યું હોય તો પછી વચ્ચેનાં પ્રયોજન (સાધને)ના સંબંધમાં જરા પણ હર્ષ કે શેક કર નહિ, તેવું પરિણામ આવતાં તેણે નિશ્ચયમતનો અભિપ્રાય અવલંબ અને એ બાબત એવી જ રીતે થવાની હતી, એનું એવું જ પરિણામ આવવાનું હતું, એવો વિચાર કરી મધ્યસ્થભાવ ધારણ કરવો. છતાં તેણે કદિ એવો તે વિચાર ન જ કરવો કે “જે મેં આ પ્રમાણે કર્યું હોત તે આવું પરિણામ ન જ આવત.? કારણ કે જે હકીકત અવશય બનવાની હોય છે, જે પરિણામ ચોક્કસ નીપજવાનું હોય છે તેને તેથી ઉલટું બનાવવાની અથવા બીજું પરિણામ લાવવાની વાત કેવી રીતે બની શકે? આ સંસારમાં બનવાની અને બનતી અંતરંગ અને બાહ્ય કાર્યની ૫યયમાળા નિશ્રયદષ્ટિથી તપાસીએ તો અમુક નિર્ણય કરેલા કારણની સામગ્રીને મેળવીને સર્વ કાળને માટે નિર્મિત થઈ ચૂકેલી છે અને અનંતા કૈવલ્ય જ્ઞાનવાળા સર્વ જીવોને તે બરાબર જ્ઞાનગોચર પણ છે અને તે જ પ્રમાણે કાર્યપરિણામે અવશય બન્યા જ કરે છે. એ કાર્યપર્યાયમાળાને જે અનુક્રમથી ગોઠવાયેલી જોઈ હોય છે અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org