________________
૯૮૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ છે ત્યારે તે પ્રાણીના સર્વ સુંદર વર્ણને, રૂપને, લાવણ્યને અને બળને એકદમ હરી લે છે. વળી ત્યાર પછી એ પ્રાણીને વધારે જોરથી ભેટ છે ત્યારે એના મગજને પણ ઉલટું બનાવી દે છે અને બળવાન છેણીઓને અતિ શોચનીય દશામાં લાવી મૂકે છે. એના પરિવારમાં વળીઆ (કપાળમાં કરચલી વિગેરે), પળીઆ (ઘળા બાલ), તાલ (માથામાં), શરીરપર તલ વિગેરેનાં કાળાં ચિહ્નો, (વળી ગયેલી કેડ વિગેરે) અસ્તવ્યસ્ત અવય, કદરૂપાપણું, કંપ (ધ્રુજવું તે), ખડબચડાપણું, શેક, મેહ, શિથિળતા, રાંકપણું, ચાલવાની શક્તિને નાસ અથવા અ૫ભાવ, અંધપણું, બહેરાપણું, દાંત પડી જવાપણું, દાંત ખરી જવાપણું વિગેરે છે તે તેની સાથે દેખાય છે અને એમાં વાયુ સર્વથી આગળ ચાલે છે. જરાની સાથે એ સર્વ આવે છે અને યોગ્ય વખતે પિતાની અસર બતાવતા જાય છે. વાયુ એમાં સર્વથી વધારે આગળ પડતો ભાગ લે છે. જીવનશક્તિ મંદ પડતી જાય છે એટલે શરીરમાં વાયુનું જોર વધતું જાય છે. એ સર્વ પરિવારથી પરવરીને એ જરા બેઠેલી છે અને જાણે મસ્ત થયેલી મદવાળી હાથણી હોય નહિ તેમ ચારે તરફ મહાલે છે અને આનંદ કરે છે. આ જરાનો પરિવાર છે તે તારા સમજવામાં આવ્યું? હવે એ જરા જે મહા શત્રુનું કામ કરે છે તે દઢ નિશ્ચયપૂર્વક કેને પીડા કરે છે તે તારા સવાલનો જવાબ આપું છું તે સાંભળઃ–
એ કાળપરિણતિ દેવીને એક મોટી શક્તિવાળા અને પ્રબળ પુરૂષાર્થવાળે દીવાળઘડા જેવો યૌવન (જુવાની) નામનો એક
ચાકર છે. એ યવન યોગી છે અને જરાના હુકમથી યૌવન. પ્રાણીઓનાં શરીરમાં પ્રવેશ કરે છે અને પિતાની
યોગશક્તિ વડે તેઓમાં બળ દાખલ કરે છે, શક્તિ પૂરે છે અને તેઓને સુંદર સ્વરૂપ આપે છે. ત્યાર પછી તે યૌવન નામને યોગી પ્રાણી પાસે અનેક પ્રકારના વિલાસ કરાવે છે, વારંવાર હસાવે છે, ચાળાચસ્કા કરાવે છે, ઉલટા સુલટા વિચારે કરાવે છે અને એવી રીતે પિતાનું પરાક્રમ બતાવે છે તથા તેઓ પાસે ઠેકડા
૧ “સાઠી બુદ્ધિ નાઠી વાળી કહેવત અત્ર લાગુ પડે છે. ૨ વાયુના રથી સાંધામાં દુઃખાવો થાય છે. (gout, rheumatism) ૩ vitality ઓછી થાય છે.
૪ ગદ્ધા પચીશીની આ સર્વ ધમાલ અવલોકવા જેવી છે, દરરાજના અનુભવનો વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org