________________
પ્રકરણ ૨૮ ]
સાત પિશાચી.
ક
સખ્ત ન છીપે તેવી તરસ), શરદી, આંખના અનેક પ્રકારના રોગા, માથાનાં અનેક પ્રકારના રોગો તેમજ વિદ્રષિ (એક જાતના રોગ જેમાં ચામડી લાલ થઇ જાય છે-ધનુર્વાને મળતા રોગ) વિગેરે એ રુના પરિવારના માણસા-સેનાનીઓ છે, તેના પ્રતાપથી એ રજા ઉપર જય મેળવવા ઘણ્ણા મુશ્કેલ છે.
નિરંગતા.
૮ પેલા વેદનીય રાજાના સાત નામના સેનાનીએ એ ભવચક્ર નગરમાં એક નિરોગતા નામની સ્રીને મેાકલી આપેલ છે, તે સ્ત્રીનું કામ ઘણું સારૂં છે. તે લેાકેાને સારા વર્ણ આપે છે, ખળવાળા કરે છે, સુંદર શરીરવાળા બનાવે છે, બુદ્ધિમાન બનાવે છે, ધીરજવાળા કરે છે, સ્મૃતિ (યાદશક્તિ )વાળા બનાવે છે, હુશિયાર મનાવે છે અને એવી રીતે અનેક પ્રકારના સુખથી તેઓને આનંદ પમાડે છે. એ નિરોગતાને આ ભયંકર રુજા ક્ષણવારમાં હણી નાખે છે અને જોતજોતામાં તે પ્રાણીઆનાં શરીરમાં અને મનમાં અનેક પ્રકારની ભયંકર પીડા ઉપજાવે છે. ભાઇ! એ નિરોગતાને હણી નાખવા માટે આ સજા પ્રાણીઆને એવી સખ્ત રીતે વળગે છે અને એક વખતે પ્રાણી ઉપર પોતાના હલ્લો કર્યા પછી તેની પાસે એવી એવી ચેષ્ટાઓ કરાવે છે, એવા એવા ચાળા અને ચીસા પડાવે છે કે એનું વર્ણન કરતાં પાર આવે નહિઃ દાખલા તરીકે જ્યારે રુા તરફથી હલ્લો થાય છે ત્યારે પ્રાણી કરૂણા ઉપજાવે તેવા દીન સ્વરે રડે છે, વિકારવાળા સ્વરથી કકળાટ કરે છે, ઊંડા નિસાસા નાખીને મેટા સ્વરથી રોવા બેસે છે અને વિઠ્ઠળ થઇ જઇને આરડે છે, તદ્દન રાંક વચના માલે છે, વારંવાર લાંબી ચીસા પાડે છે, અહીંથી તહીં અને તહીંથી અહીં તળાઇમાં કે જમીનપર આળાટે છે અને પેાતાની માજુમાં શું થાય છે તેની પણ તે માપડાને ખબર પડતી નથી, અચેતન જેવા થઈને પડે છે—આવી રીતે તે નિરંતર મંદવાડની પીડામાં પચેલા રહે છે, દરરોજ દીલગીરીમાં ખિન્નતાવાળા રહે છે, ગભરાઇ ગયેલા દેખાય છે અને જાણે તેમનું રક્ષણ કરનાર કાઇ છે જ નહિ એવા દીન અનાથ જેવા દેખાય છે, ભયથી–બીકથી ખાવરા બની ગયેલા દેખાય છે, અને જાણે ખરેખર નરકમાં રહેલા નારકીના જીવા હાય તેવા ચાખ્ખા દેખાવ અહીં બતાવી આપે છે. આવી રીતે આ ભવચક્રનગરમાં એ પાપી રુજા નિરોગતાને હણી નાખીને પ્રાણીઓને અનેક પ્રકારની પીડા આપે છે અને પ્રાણીઓ તેનાથી પીડાય છે, દખાય છે, કચરાય અને ભારે દુ:ખી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org