________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
ધિ
મંદવાડ) જરાની જમણી બાજુએ બેઠેલી છે. તને યાદ હશે કે પેલા સાત રાજાઓના વર્ણન કરતી વખતે વેદનીય રાજાનું વર્ણન કર્યું ત્યારે તેની સાથે તેના મિત્ર તરીકે અસાત `નામના માસનું વર્ણન કર્યું હતું. એ દુરાત્મા અસાતે પ્રેરણા કરીને આ રુજાને અહીં માકલી આપેલી છે. એને પ્રેરણા કરનાર ખરેખર તેા તે અસાત જ છે. કેટલાક આચાર્યો એ રજાને પ્રેરણા કરનાર તરીકે બીજા બહારના નિમિત્તો પણ બતાવે છેઃ દાખલા તરીકે તેઓ કહે છે કે બુદ્ધિ, ધીરજ અને યાદશક્તિના ન.શથી વ્યાધિ થાય છે, કાળ ( અવસર ) અને કર્મના યોગ મળવા, પેાતાને પ્રતિકૂળ વસ્તુઓના ઉપયોગ કરવા-એ પણ વ્યાધિનાં કારણેા છે, તેમજ વાત, પિત્ત અને કમાં જે વિષમતા કરે તેને પરિણામે અને રજસ્ કે તમસ્તું જોર વધી જાય તેથી ન્યાઉત્પન્ન થાય છે. આવાં આવાં બાહ્ય કારણાથી જાને પ્રેરણા મળે છે એ ખરી વાત છે, પણ એ બાહ્ય કારણાને પ્રેરણા કરનાર પણ તેજ અસાત નામના પુરૂષ છે અને તેથી રુજાનું પરંપરાએ મૂળ કારણુ અને પ્રેરક એ અસાત જ છે. એ રાજા પણ યાગી હાવાથી મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યાર પછી પેાતાની શક્તિથી એની તંદુરસ્તી અને સ્વસ્થતાના નાશ કરીને મંદવાડ લાવી મૂકે છેઃ તાવ, અતિસાર ( મરડા), કોઢ, હરસ, પરમીએ, પ્લીહ ( ખરેળએ વ્યાધિમાં ડામા પડખામાં રહેલ માંસખંડ વધી પડે છે), ધૂમક, ( હરસ ? ), અમ્લક (?), સંગ્રહણી (ઝાડાનેા વ્યાધિ,), પડખામાં શૂળ, હેડકી, શ્વાસ, ક્ષયરાગ, ભમરી ( વાઇ), ગુલ્મ ( વાયુ. પેટની ડાબી માજીમાં થતા રોગ. ગાળા), હૃદયરોગ (છાતીના દુ:ખાવાવા ડીઝીઝ), મૂર્છા, સખ્ત હેડકી, ગ્રહણી, ધ્રુજ, ખસ (ખરજ ), કોઢ, ધાધર (દરાજ ), અરૂચિ (અપચા ), શાક્ (સાજા-જેમાં હાથ પગ સૂજીને થાંભલા જેવા થઇ જાય છે), ભગંદર, ગળાના વ્યાધિ ( કંઠેમાળ વિગેરે), ચળ ( ખરજ ), જલેાદર, સનેપાત, શાષ (પાણીની
૯૯૮
૧ જુએ પૃ. ૮૯. ત્યાં સાત અને અસાત ખેથી વેદનીય રાજા પરવરેલ ખતાવેલ છે. મિત્ર તરીકે જણાવ્યા નથી.
ર વૈદ્યકના કોઇ પણ આધારભૂત ગ્રંથ જેવાથી જણાશે કે બુદ્ધિનાશથી અથવા સ્મૃતિનાશથી વ્યાધિ થાય છે.
૩ આ કર્મવાદીએને મત છે. કર્મ પરિપાકદશા પામે ત્યારે ન્યાધિ થાય છે.
૪ શરીરમાં વાત પિત્ત અને કફ ભરેલાં છે, તે અમુક પ્રમાણમાં છે, તેમાં જરા વિષમતા થાય, તે ઓછા વધારે થાય ત્યારે વ્યાધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org