________________
પ્રકરણ ૨૮]
સાત પિશાચીઓ. અહીં પેલી સાત સ્ત્રીઓ દેખાય છે! તે તે ખરેખર એકદમ સ્થાન ખેંચે તેવી છે! દેખાવમાં ઘણેજ ભયંકર આકાર ધારણ કરનારી છે, પીડા આપનારી હોય તેવી જણાય છે, એણે સર્વ જગ્યાઓ ઉપર પિતાને દેર ચલાવ્યું હોય એવા ઉગ્ર સ્વરૂપવાળી જણાય છે, રૂપમાં તદન કાળી શાહી જેવા રંગની છે, દેખાવમાં ઘણું ખરાબ જણાય છે અને વૈતાળની સ્ત્રીઓની પેઠે એનું નામ લેવાથી પણ લેકેને ધ્રુજાવી નાખે તેવી લાગે છે! મામા ! એ સાતે સ્ત્રીઓ કેણ છે? એઓનું કામ શું છે? એને ગતિમાં મૂકનાર-પ્રેરણું કરનાર કોણ છે? એમનું બળ કેટલું છે? તેમની સાથે તેમને બીજો પરિવાર કેણું છે અને દેખાય છે તેવા દ્રઢ નિશ્ચયથી તેઓ કેને પીડા કરવા તૈયાર થયેલી છે? જ્યાં સુધી આ સર્વ હકીકત આપ મને સમજાવે નહિ ત્યાં સુધી મને લાગે છે કે ભવચક્રનું વર્ણન હજુ અધુરું જ છે. માટે મામા! મારા ઉપર મહેરબાની કરીને એ સાતે ભયંકર સ્ત્રીઓની હકીકત સમજાવો !”
વિમર્શમામાએ હર્ષથી જવાબ આપતાં કહ્યું “ભાઈ ! એ સાતે સ્ત્રીઓની હકીકત વિગેરે જે જે તે મને પૂછવું તે વિસ્તારથી તને સમજાવું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળજે. એ સાતે સ્ત્રીઓ જે દેખાવમાં ઘણી ભયંકર છે તેઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે: જરા (ઘડપણ), રૂજા (રેગ, વ્યાધિ, મંદવાડ), મૃતિ (મરણ), ખેલતા (લુચ્ચાઈ), કુરૂપતા (કદરૂપાપણું), દરિદ્રતા (ગરિબાઈ, દીનપણું, ભીખારીપણું), ને દુર્ભગતા (કમનસીબ, હતભાગ્યતા). હવે સાતે પિશાચણીઓ સંબંધી તે જે જે સવાલ પૂક્યા છે તેના ઉત્તર તને કહું છું તે લક્ષ્યમાં લેજે – ૧ જરા,
ભાઈ પ્રક! તને યાદ હશે કે મૂળ રાજા તે કર્મ પરિણામ છે, તે મહારાજાને દેવી કાળપરિણતિ નામની રાણી છે. એ દેવી સર્વ બાબત વખતસર કરે છે. એ મહાદેવીએ આ જરા (ઘડપણ-વૃદ્ધાવસ્થાજીર્ણપણું) ને આ ભવચક્ર નગરમાં મોકલી આપેલ છે. એ જરાને ગતિમાં મૂકનાર બીજ બાહ્ય પદાર્થો પણ લેકે વર્ણવે છે; દાખલા તરીકે લવણ-લુણ મીઠ) વિગેરે પદાર્થો ઘડપણને જલિદ લાવે છે. હવે એ જરાની શક્તિ કેવી છે તે તને કહું એ જ્યારે પ્રાણુને ભેટે
૧ મીઠાના ઉપયોગથી ઘડપણ જલદી આવે છે એમ વૈવકની માન્યતા છે. અને આધાર મળી શક્યો નથી. નિષ્ણાત વૈદ્યને પૂછવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org