________________
પ્રકરણ ૨૭] ચાર અવાંતર નગરે.
૮૧ નગરના લેકની અનંત જાતિઓ હોય છે, એ એટલી બધી છે કે તેનો પાર આવે તેમ નથી. આવી રીતે મેં તારી પાસે પશુસંસ્થાન નગરનું વર્ણન કર્યું. હવે ચોથા પાપિ પંજર નગર સંબંધી હકીકત તને ટુંકામાં કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળી લેજે. “પાપિપંજર,
“મહાપાપના જોરથી ભરપૂર થયેલા જે પાપી પ્રાણીઓ આ પાપિપંજર નગરમાં આવીને વસે છે તેઓને થતાં દુઃખને તેઓને ત્યાં રહેવું પડે ત્યાં સુધી અંત આવવાને જરા પણ સંભવ જ નથી. પેલા સભામંડપના વર્ણન વખતે મેં તારી પાસે વેદનીય નામના ત્રીજા રાજાનું વર્ણન કર્યું હતું તે તને યાદ હશે. તે વખતે મેં તેના *અસાત નામના એક માણસની હકીકત તને કહી સંભળાવી હતી; એ અસાત ઉપર એક વખતે રાજી થઈને જમીનદારીમાં ઇનામ તરીકે આ આખું પાપિપંજર નગર તેને મહામહ રાજાએ આપ્યું છે. એ અસાત પણ પરમાધામી નામના પુરૂદ્વારા અહીં રહેનારા સર્વ લેકેને અનેક પ્રકારની કદર્થનાઓ કરાવે છે. એ પરમાધામીઓ પ્રાણુને કેવા કેવા ત્રાસ આપે છે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. તેઓ બાપડા પાપિાંજરમાં વસનારા લેકેને ગરમ તાંબું પાય છે, તેઓના સંકડે ટુકડા કરીને તેને કાપી નાખે છે, તેઓનું (વસનારાઓનું) પિતાનું માંસ તેમને ખવરાવે છે, સખ્ત અગ્નિવડે તેઓને બાળવામાં આવે છે, તેઓને વજન કાંટાવાળા શામલિ
૧ આ નરકગતિનું નામ છે. નારકી સાત છે; ૧ રવપ્રભા, ૨ શર્કરા પ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધુમ્રપ્રભા, ૬ તમ:પ્રભા, ૭ તમસ્તમપ્રભા તેનાં ગોત્રનામ સાત છે તે આ પ્રમાણેઃ ધમાં, વંસા, સેલા, અંજના, વિઠ, મધા અને માઘવઈ. ક્ષેત્રની પીડા, અનન્યકૃત પીડા અને પરમાધામીકૃત પીડા નિરંતર થયા કરે છે, દુઃખનો પાર નથી, સુખનો અંશ નથી અને ઉગરવાનો ઉપાય નથી. ક૫નામાં ન આવે તેવાં દ: અસંખ્ય વરસો સુધી એ થી ગતિમાં થાય છે. એનું સ્થાન નીચેના સાત રાજલકમાં છે.
૨ જુઓ પૃ. ૮૮૯.
૩ પરમાધામઃ અધમ જાતિના અસુરે તેઓને અન્યને દુઃખ દેવામાં જ આનંદ આવે છે. ત્રણ નારકી સુધી તેઓ હોય છે.
૪ નારકીના છાના શરીર પારા જેવા હોય છે; કાપે, બાળે કે તે તો પણુ પીડા થયા પછી શરીર એકઠું થઈ જાય છે, આયુષ્ય નિકાચિત હોય છે તેથી પૂરું થતાં સુધી તેને ત્યાં રહેવું જ પડે છે, મરીને પણ એ દુઃખથી મુક્તિ થઇ શકે તેમ નથી, માત્ર આયુષ્ય પૂરું થયે જ મરણ આવી શકે છે, આપઘાત થઇ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org