________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૪
હવે ઘણા દારૂ પીધેલ હાવાથી એનું આખું રાજ્યમંડળ મદમાં મસ્ત થઇ ગયેલુ હતું અને તેની અસરથી તદ્દન હીલચાલ વગરનું થઇ ગયું હતું. સર્વે લેાકેા જમીનપર લેટી ગયા હતા. કોઇ કેાઈ ઉલટી કરતા હતા અને કાઇ કાં ખાતા હતા. ઉલટીને લીધે એ જમીન અપવિત્ર કાદવથી ચીકાસવાળી થઇ ગઇ હતી. કાગડાએ તે ઉપર પડ્યા, કૂતરાએ ચારે તરફથી દાંડી આવ્યા, અને લોકોનાં મ્હોઢાં ચાટવા મંડ્યાં. આવે વખતે રિપુકંપન ઉઘતા હતા, માત્ર રતિલલિતા જાગતી હતી. એ પ્રસંગે મહામેાહ રાજાને બરાખર વશ થયેલા, રાગકેસરીએ ખેાળામાં બેસાડેલા, વિષયાભિલાષે પ્રેરણા કરેલા, રતિના સામર્થ્યથી હારી બેઠેલા, કામદેવે મર્મભાગમાં સેંકડો તીરોથી વધેલા લાલાક્ષ રાજા પોતે મરવા પડ્યો હાય તેમ પેાતાના સ્વરૂપને ન જાણતા રતિલલિતાને પકડવા માટે ચાલ્યો. પેાતાના આવેગને છેવટે તે ન જ રોકી શક્યો અને રતિલલિતાની પાસે આવી પહોંચ્યા. નજીક આવીને પેાતાના હાથ પહેાળા કર્યાં. રતિલલિતા પેાતાના મનમાં વિચાર કરવા લાગી કે-આ તે શું હશે ? સ્ત્રીઓની નૈસર્ગિક (કુદરતી) બુદ્ધિશક્તિથી એકદમ તે સમજી ગઇ, સમજીને ચોંકી, મનમાં એકદમ મ્હી ગઇ, મોટા ભય નજીકમાં હોય એવી આંતર પ્રેરણા થઇ ગઇ એટલે દારૂને મદ એકદમ ઉતરી ગયા; એટલે ભય વિચારીને તે એદમ ત્યાંથી નાસવા લાગી. લાલાક્ષ રાજાએ તેને પકડી પાડી. એ અમળાએ શેર કરી પેાતાની જાતને વિષયી રાજાના પાસમાંથી છેડાવી અને પાછી દોડવા લાગી. વળી રાજાએ તેને પકડી પાડી. વળી જરા ખેંચતાણ કરી છૂટી અને દોડતી ચંડિકાના મંદિરના અંદરના ભાગમાં દાખલ થઇ ગઇ અને ભયથી આખા શરીરે ધ્રૂજતી ચંડિકાદેવીની પછવાડે છુપાઇ ગઇ.
૯૪૦
લેાલાક્ષને મર્યાદાભંગ.
દ્વેષગજેંદ્રના અવસર. દારૂની અસરમાં ધમસાણ, નિર્દોષાના પ્રાણના નાશ.
એ વખતે દ્વેષગજેંદ્રને મહારાજા મકરધ્વજ તરફથી પોતાની અસર બતાવવા અને વખતસરની જમાવટ કરવા હુકમ મળ્યા, એટલે તે પ્રગટ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org