________________
૬૪
ઉપમિતિ ભવપ્રપંચા થા.
[ પ્રસ્તાવ જ
કરતા જોઈને પ્રકર્ષે તેમને એકદમ એવા ઉદ્વેગનું કારણ પૂછ્યું “મામા! આમ એકદમ આપને ખરામ શું લાગ્યું ? આપના ચેહરા ઉપર આવે એકદમ ફેરફાર કેમ થયે ?” મામાએ જવાય આગ્યે “ભાઇ! આ ગણિકાના આકારમાં સુંદર કપડાંથી છવાયલી અને ફૂલ અને ઘરેણાંથી શાભાવેલી અશુચિની કાઢી છે તે શું તું જોઇ શકતા નથી? મને તે એનામાંથી એટલી બધી (ખરામ) ગંધ આવે છે કે તે હું સહન કરી શકતા નથી; માટે આપણે એનાથી જરા દૂર ઊભા રહીએ એટલે એવી જગ્યાએ જઇએ કે જ્યાં એના શરીરની દુર્ગંધ ન આવતી હોય અને એટલા દૂર રહી અહીં જે બનાવ અને તે આકુળતા વગર અરાબર જોઇ શકીએ. સાધારણુ અશુચિની કાઢી તેા કેટલીક છિદ્ર વગરની હાય અને આ તા મોટા મોટા નવ' દ્વારા દ્વારા આખા વખત અશુચિ બહાર કાઢ્યા કરે છે. તેથી એની નજીકમાં તે એક ક્ષણવાર પણ ઊભા રહેવું મને પસંદ આવતું નથી અને હું ઊભેા રહી પણ શકતા નથી. આ દુર્ગંધથી મારૂં તે। માથું ફરી જાય છે.”
પ્રકર્ષે જવાબમાં કહ્યું “આપ કહો છે તે વાત તેા ખરી છે. એ ગંધ એટલી ખરામ અસર કરે છે કે મારી નાસિકામાં પણ એ ભરાઇ ગયેલ છે અને મને મુંઝવણુ કરે છે. માટે ચાલા, જરા દૂર ખસી જઇએ.”
આ પ્રમાણે વાત કરીને પ્રર્ય વિમર્શ ત્યાંથી દૂર ખસી ગયા અને બધું બરાબર દેખી શકાય એટલા નજીકના દૂર ભાગમાં જઇને ઉભા રહ્યા. ગણિકાના ઘરમાં રમણ. કામદેવથી મરાયલા રમણ, ગણિકાથી લુંટાયલા રમણ, ભયથી ત્રાસ પામેલા રમણ, વ્યસનથી મરણ પામેલા રમણ,
હવે તે વખતે રમણ ગણિકાના ઘરમાં આવી પહોંચ્યા. તેની અરાબર પછવાડે હાથમાં ખેંચેલાં ખાયુક્ત અને ભયને સાથે લઈને મકરધ્વજ ચાહ્યા આવતા હતા અને વખતેાવખત ખાણ છેડયે જતા હતા. મંદિરના દ્વારમાં જ રમણે કુંદકલિકાને જોઇ. ન્તતાં તણે પાતાને નવીન અંદગી મળી હાય, જાણે અમૃતનું પાતા
૧ બે આંખ, એ નાસિકા, મુખ, એ સ્તન, યાની અને ગુદા એ રીતે નવ ગયાં છે એમ લાગે છે. સામાન્ય રીતે સ્ત્રીઓનાં ખાર દ્વાર ગણાય છે તેમાં કાન અને મુત્રાશય વધારે છે. તુએ નેટ પૃ. ૯૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org