________________
પ્રકરણ ૨૬] દુખ અને વિકથા.
એવી રીતે વિમર્શમામા ભાણેજ પાસે લલન મૃગયા ફળ. સંબંધી હકીકત પર વિવેચન કરતા હતા અને તેની
બરાબર ઓળખાણ આપતા હતા તે વખતે લલનના સંબંધમાં શું હકીકત બની તે બરાબર લક્ષ્યમાં રાખે. શિયાળની પછવાડે દોડતાં દોડતાં તેને પકડી પાડી તેને શિકાર કરવા માટે તે પૂરપાટ ઘેડે દેડાવી મૂકે છે, શિયાળ આગળ અને ઘોડેસ્વાર રાજા પાછળ એવી રીતે ધમાલ મચી રહી છે, ઊંચી નીચી જમીન પર રાજા ઘોડા ઉપર સપાટાબંધ દો જાય છે, તેવામાં એક મેટે ખાડે આવ્યો તે તેના જેવામાં ન આવ્યું, અને રાજા અને ઘડે બન્ને એ જબરા ખાડામાં પડી ગયા. તેઓ એવી ખરાબ રીતે પડયા કે રાજાનું માથું નીચું અને શરીર ઉપર. એવી રીતે પડવાથી એના શરીરના ચૂરેચૂરા થઈ ગયા અને વળી તેના ઉપર ઘેડ પડ્યો તેના પગના અફાળવાથી અને ભારથી રાજા દબાતો જતો હતો. એવી સ્થિતિમાં લલને ઘણી બૂમ પાડી, મેટા પોકાર કર્યા, પણ કેઈ તેની મદદે આવી શક્યું નહિ, તેથી મહા વેદના સહન કરીને તેજ ખાડામાં પડયે પડ્યો આર્તધ્યાન કરતા તે મરણ પામ્યો.
પ્રકર્ષે કહ્યું- “શિકાર કરવાના વ્યસનનું ફળ, મામા ! આને તો અહીંને અહીં તુરત જ મળી ગયું!”.
વિમર્શ જવાબમાં કહ્યું “ ભાઈ! એ ફળ કાંઈ નથી; એ તો માત્ર પુષ્પ છે; હજુ એનાં ફળ તે આવતા ભવમાં મહા ભયંકર નારકીમાં જઈને ત્યાં ઘણી ખરાબ રીતે લાંબા વખત સુધી ભોગવવા પડશે ત્યારે જણાશે. આવાં ભયંકર પાપનાં ફળ એટલાં ટુંકામાં પતી જતાં નથી. નવાઈની વાત તો એ છે કે આ પ્રમાણે થતાં ભયંકર પરિણામને જોવા જાણવા છતાં પણ પ્રાણુઓ માંસ ખાય છે અને અન્ય પ્રાણીની હિંસા કરે છે.”
દુખ અને વિકથા, તે વખતે મામા ભાણેજે બીજી બાજુએ જોયું તે એક પુરૂષ
૧ ચાર પ્રકારના વિકથા છેઃ રાજ્યદ્વારી બાબતની ખટપટની વાતો (રાજકથા), લડાઇ, તાર સમાચાર આદિ દેશસંબંધી વાતો (દેશકથા), સ્ત્રીસંબંધી વાતો (સ્ત્રીકથા) અને ભેજનના ગુગુદોષ તૈયારી આદિ સંબંધી વાત (ભક્ત કયા), જુઓ ૫. ૮૨૮ ની નેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org