________________
૯૭૮
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ પ્રાણી જો પ્રમાણપત, મધુર અને હિતકર ભાષા સાથે સંબંધ “ કરે છે તો તે ભાષા પ્રાણીને (કષ્ટ કે ત્રાસથી ) છોડાવે છે
અને જે પ્રાણી ઉદ્ધતપણે મોકળે મોઢે જે આવે તે ફેકયે રાખે છે તો તેને પાંચમેડીએ સારી રીતે બંધાવાનો વખત આવી લાગે છે, “વિકથા કરવાની ટેવને પરિણામે ખરાબ ભાષા વાપરવાનું એ દુર્મુખને “આ ભવમાં આવું ફળ થયું, ઉપરાંત હજુ પરભવમાં તેની દુર્ગતિ થશે.”
હવે-વષાદ, આ પ્રમાણે વિકથા૫ર તત્વચર્ચા મામા ભાણેજ વચ્ચે ચાલતી હતી તે વખતે પ્રકર્ષની નજર મોટા રાજમાર્ગ પર પડી, ત્યાં તેણે એક ઘણુ શુકલ (ઘળા) રંગના વસ્ત્રવાળો એક માણસ જે, એટલે એ પુરૂષ કોણ છે એવો સાધારણ સવાલ તેણે પોતાના મામાને પૂછો.
વાસવ અને ધનદત્ત, મિત્રમેળાપથી હર્ષ, પ્રસંગનું ઉજવવું,
| વિમર્શ– જવાબમાં)-“એ રાગકેસરીનો એક સેનાની છે અને એનું નામ હર્ષ છે. જે ભાઈ! સાંભળ. આ માનવાવાસ નગરમાં એક 'વાસવ નામનો વાણુઓ વસે છે. અનેક પ્રકારના ધનધાન્યથી ભરપૂર આ એ વાસવ વણિકનું ઘર રહ્યું. એ વાસવ શેઠને બહુ નાની ઉમરમાં એક ધનદત્ત નામના મિત્ર સાથે દોસ્તી થઈ હતી, બન્નેને ઘણો સ્નેહ હતો, પણ ત્યાર પછી એ બન્નેને કઈક કારણથી વિયોગ થયો હતો. આજે ઘણે વરસે તેઓ એકઠા મળ્યા છે, તેઓને વિયોગકાળ પૂર્ણ થયું છે અને વાસવને મિત્ર ઉપર ઘણી પ્રીતિ - વાથી આજ તે બહુ હર્ષમાં આવી ગયો છે. આ કારણને લઈને આ શેઠના ઘરમાં હર્ષ અત્યારે દાખલ થાય છે. હવે ત્યાં આવીને એ શું શું કાર્ય ભજવે છે તે તું જે હર્ષ માનવાવાસે આવીને કેવાં કૌતુકે ઉત્પન્ન કરે છે તે હકીકત
જિજ્ઞાસાથી પ્રકર્ષ આંખ ફાડીને જોવા લાગ્યો. હવે હર્ષ પ્રસંગે. તે વખતે ધનદત્ત અને વાસવનો મેળાપ થયો અને
તે જ વખતે પેલો હર્ષ નામનો રાગકેસરીને સેનાની ૧ વાસવને ખરો અર્થ શું થાય છે. દેવના ૫તિ ઇંદ્ર જેવી ઋદ્ધિને ભેગવનાર હોવાથી સાર્થવાહનું વાસવ નામ આપ્યું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org