________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
ce
નિરંતર પાણીમાં રહેનાર ધોળાં કમળ અને કુમુદના સમૂહથી તે નગર સુંદર દેખાય છે અને તેમાં માણેક, શનિ, લસણી, પરવાળાંના ઢગલા ચાતરફ એટલા દેખાય છે કે તેની શાભાનું વર્ણન કરવું મુશ્કેલ થઇ પડે; એમાં દિવ્ય સેાના વડે અનેક નાનાં નાનાં પરાં અનાવવામાં આવેલાં છે; મુશાભિત તેજસ્વી મણિની પ્રભાથી એ નગરમાં રહેલ સર્વ અંધકાર દૂર થઇ ગયા છે; અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રનોનાં કિરણેાથી તેમાં મોટા પ્રકાશ થઇ રહેલા છે; એ નગરમાં જ્યાં જુઓ ત્યાં દિવ્ય આભૂષણા તૈયાર દેખાય છે, સુગં ધીઓને પાર જ નથી, પુષ્પમાળા તે ચાતરફ ફેલાયલી હંમેશાં દેખાય છે અને સુંદર ભાગનાં સર્વ સાધના હાજર હેાય છે; એ નગરમાં ઊંચા પ્રકારનું મનને આનંદ આપે તેવું અને નિયમસરનું નૃત્ય ચાલ્યા જ કરતું દેખાય છે, હૃદયને અસર કરે તેવું ગાન નિરંતર થયા જ કરે છે અને નિરંતર આનંદમાં વધારો કર્યાં કરે છે તેથી એ નગરમાં રહેનારા લેાકેા નિરંતર આનંદમાં રહેનારા છે, દેવતાઓ નિરંતર સુખ ભાગ ભાગવનારા છે, તેજમાં સૂર્યને પણ હટાવી દે તેવા છે, અત્યંત પ્રકાશ આપનારા કુંડળ ( કાનનાં ઘરેણાં ) કેયૂર માનુબંધ ) મુગુટ ( માથે પહેરવાના) અને હારથી પેાતાના કાન, હાથ, મસ્તક અને છાતી દીપાવી રહેલા છે, અનેક ભમરાઓને આકર્ષણ કરે તેવી સુંદર મંદારપુષ્પાની કદિ ન કરમાય તેવી માળા તેમણે ધારણ કરેલી છે અને સુંદર વનમાળાથી નિરંતર સુંદર આશયવાળા તે લાગે છે, તેઓ આનંદસમુદ્રમાં કલ્લોલ કરતાં ડોલતાં જણાય છે અને બધી ઇંદ્રિયાને બરાબર તૃપ્ત કરતા જણાય છે. આવા લોકોથી વિષુધાલય ભરેલું છે. તેની ભૂમિ પણ શ્રેષ્ઠ છે અને તેમાં રહેનાર પણ એવા જ સુખી છે. તને જો યાદ હોય તેા માહરાજાના મંડળમાં મેં વેદનીય રાન્તના એક સાત નામનેા માણસ છે એમ તને જણાવ્યુ હતું. હવે હકીકત એમ છે કે કર્મપરિણામ મહારાજએ એ સાત નામા માણસ જે સર્વ લોકોને ઘણા આનંદ આપે છે તેને આ આખા વિષ્ણુધાલયના નાયક બનાવ્યા છે. એ સાત નામના પુરૂષ આ નગરને નિરંતર સુંદર ભાગોથી ભરપૂર રાખે છે, અનેક પ્રકારના આહ્વાદ ઉપજાવે તેવાં સાધનાથી સંપન્ન રાખે છે અને સારી રીતે સુ
૧ જુએ પૃ. ૮૮૯.
૨ વેદનીય રાજ સાત અને અસાત નામના બે પુરૂષથી વીંટાઇને એ છે એમ જણાવ્યું છે. જુએ પૃ. ૮૮૯, દેવગતિમાં સાતા વેદનીયનું પ્રાબલ્ય હેાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org