________________
૯૮૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
[ પ્રતાવ ૪
કહી સંભળાવીશ તે બરાબર લક્ષ્યમાં રાખજે. એ ભવચક નગરમાં નાનાં નાનાં અનેક પેટાનગરે (પરાંઓ) છે એ બધાનું વર્ણન કરવું તો ઘણું મુશ્કેલ છે. તે બધાની વાત કરતો નથી, પણ તેમાં ચાર મુખ્ય વિભાગો છે, પેટાનગરે છે તેની હકીકત તને કહી સંભળાવું તે ધ્યાનમાં રાખજે. એ ચાર પરાંઓમાં પ્રથમનું નામ માનવાવાસ છે, બીજાનું નામ વિબુધાલય છે, ત્રીજાનું નામ પશુસંસ્થાન છે અને ચોથાનું નામ પાષિપંજર છે. આ ભવચક્રનગરમાં એ ચાર મુખ્ય પેટાનગરે છે અને એવી રીતે વ્યાપીને રહ્યાં છે કે એ પોતાના પટામાં એ ભવચક્રમાં રહેનાર સર્વને લઈ લે છે. એ ચાર નગરનું વર્ણન તને સંભળાવું છું. એ ચાર પરાં (પેટાનગર) તદ્દન જુદાં જુદાં છે, અંદરથી ભેળસેળ થયેલાં લાગે છે, પણ એ ચારે તદ્દન અલગ છે અને તેના રહેવાસીઓ તદ્દન જુદા પડી જાય તેવા છે. “માનવાવાસ,
પ્રથમનું પટાનગર માનવાવાસ નામનું છે તે મહામહ વિગેરે અંતરંગ પ્રાણીઓથી વ્યાપ્ત છે, વિંટળાયેલું છે અને તેઓને લીધે આખે વખત ધમાધમવાળું રહે છે અને જીવતું જાગતું હોય તેવું બાહ્ય નજરથી લાગે છે. એમાં કેવી કેવી ધમાધમ મચી રહી છે એ તું જોઈ લે! એમાં કેટલાક મનુષ્ય કઈ જગ્યાએ પોતાના વહાલાને મેળાપ થવાથી અત્યંત આનંદમાં આવેલા હોય છે તેથી તે હર્ષથી ભરપૂર દેખાય છે; કઈ જગ્યાએ બહુ દ્વેષ ઉત્પન્ન થાય એવા મનુષ્યને સંગ થઈ જવાથી અત્યંત વ્યગ્રચિત્તવાળું અને દુર્જનથી ભરપૂર જણાય છે; કઈ જગ્યાએ તેમાં રહેનાર મનુષ્યને જરા માત્ર ધનની પ્રાપ્તિ થઈ જવાથી પણ અત્યંત આનંદ ઉપજાવી રહ્યું જણાય છે; કઈ જગ્યાએ પાસેના પૈસાનો નાશ થવાને લીધે ઉદ્દભવેલા મેટા સંતાપથી ગરમાગરમ થઈ ગયેલું જણાય છે; કઈ જગ્યાએ ઘણી મોટી વયે એકના એક પુત્રનો જન્મ થવાથી મોટો મહોત્સવ થઈ રહેલ દેખાય છે; કઈ જગ્યાએ હૃદયના અત્યંત વહાલા સેહી સંબંધી કે સગાનાં મરણુથી ભયંકર શોકની ગર્જનાઓ ઉઠી રહેવાને લીધે અસ્ત
૧ માનવાવાસમાં મનુષ્યગતિના સંશી અસંસી છવાનો સમાવેશ થાય છે. મનુષ્યની વસ્તી તી લેકમાં જંખતીપ, ધાતકી ખંડ અને પુષ્કર અર્ધમાં એટલે અઢીદ્વીપમાં અને ૫૬ અંતદ્વીપમાં હોય છે. મહાવિદેહમાં સર્વથા ચતર્થ આરક વર્તે છે, ભરત એરવતમાં છ આરા ઉલટા સુલટા આવે છે. છપ્પન અંતહીંપ અને ૬ યુગલીક ક્ષેત્રમાં યુગળધર્મ નિરંતર પ્રવર્તે છે. આ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org