________________
૯૮૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ હોય તેવા બની જાય છે, પરંતુ એવે વખતે તેઓ વિચાર કરતા નથી કે આ સર્વ જે પ્રતિકૂળ સંયોગ વિયોગ થાય છે તે સર્વ પર્વ ભવમાં કરેલા સંચિતનું ફળ છે, તેના ઉપર પોતાને કેદ “જતને અંકુશ નથી અને તેને લઈને શેક કરે તે તદ્દને મૂર્ખતા. છે. વળી તેઓ એમ પણ વિચારતા નથી કે એવી રીતે વિષાદ કરવાથી તે પ્રાણીઓને દુઃખ થતાં હોય તેમાં ઘટાડો થવાને “બદલે ઉલટો વધારે થાય છે, પણ એથી દુ:ખમાંથી જરા પણ “છૂટકારો મળતો નથી અને જે દુ:ખમાંથી રાહત મળવાનો કોઇ “પણ ઉપાય હોય તો તે તે માત્ર શુભ પ્રવર્તન જ છે. કારણ કે “ભાઈ ! દુઃખનું મૂળ પાપ છે અને સારા વર્તન અને ચેષ્ટાથી “સર્વે પાપ નાશ પામી જાય છે, તો પછી કારણ (પાપ)નો નાશ “થવા પછી કાર્ય (દુ:ખ)ને સંભવ જ ક્યાંથી રહે?
પ્રકર્ષ–“મામા ! સારા વર્તનની આવી સારી અસર હોય અને તેનું પરિણામ આટલું સુંદર આવતું હોય તો લેકેએ તેને માટે યુવા કરવો જોઈએ અને આ વિષાદના તાબામાં એ લેકો વારંવાર પડી જાય છે તેના શાસનમાંથી તેઓએ બહાર નીકળી જવું જોઈએ.”
વિમર્શ “ભાઈ! તે ઘણી સારી વાત કરી, પરંતુ એ હકીકત આ ભવચક્ર નગરમાં રહેનાર લેકે હજુ બરાબર સમજતા નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org