________________
૮૮૧
પ્રકરણ ર૬ ].
હર્ષ-વિષાદ. જે અત્યાર સુધી એકદમ હર્ષના આવેશમાં નાચી રહ્યું હતું તે તદ્દન આનંદ વગરનું થઈ ગયું, તદ્દન ગરીબડા અને મુંઝાયેલા લોકેનું સ્થાન થઈ ગયું અને સ્ત્રીઓ અને નેકરે પણ રડવા લાગ્યાં, તેથી સંપૂર્ણ શકનું સ્થાન થઈ ગયું. આ બનાવ જોઈને પ્રાર્થને સાધારણ રીતે તે સંબંધી સવાલ પૂછવાનું કૌતુક થયું.
પ્રકર્ષ–મામા ! આ ઘરમાં એકદમ ઉલટું જ નાટક થઈ ગયું તેનું કારણ શું? આ તે જોતજોતામાં બાજી ઉલટી થઈ ગઈ, આનંદને બદલે રડારોળ ચાલી અને હવે ઢેલ તાંસાને બદલે છાતી કુટવાના અવાજો સંભળાય છે ! શા કારણે આ એચતો મોટો ફેરફાર થઈ ગયે ?”
વિમર્શ–“ભાઈ પ્રક! મેં તને પ્રથમથી જ કહ્યું છે કે આ જે બાહ્ય મનુષ્ય છે તેમનો બધો આધાર પેલા અંતરંગ માણસો ઉપર છે. જો, અહીં એમ થયું કે પહેલાં તે હર્ષે આવી અહીં આનંદનું
નાટક કરાવ્યું અને હવે આ વિષાદ આવી પહોંચે અંતરંગ ધકેલા. છે તે અને તેથી ઉલટું નાટક કરાવે છે. આવી
રીતે ઘડીકવારમાં હર્ષ આનંદ કરાવે છે, વળી થોડી વારમાં વિષાદ શેક કરાવે છે, ત્યારે આ દુનિયાના બહિરંગ લોકો તે બાપડા શું કરે? એમાં તેઓનું કાંઈ ચાલતું નથી. એમને તો હર્ષ કે વિષાદ જેમ ધકેલા મારે તેમ તેઓ આડા અવળા ધક્કા ખાધા કરે છે, પડે છે, ઉઠે છે અને વળી પડે છે-આવા તેમના હાલ થાય છે. હર્ષ અને વિષાદ તેમને જરા જરા વારમાં વિડંબના આપ્યા
પ્રર્ષ–“પણ મામા ! પેલા મુસાફરે આવીને વાસવશેઠના કાનમાં એવી શું વાત કરી જેને લઈને શેઠ અને આખું કુટુંબ આવા મેટા વિષાદમાં પડી ગયું?” વિમર્શ–“ભાઈ પ્રક! સાંભળ! આ શેઠને એક વર્ધન નામને
એકને એક છોકરે થયો હતો. પિતાને તેના ઉપર વિષાદકારણ. ઘણોજ પ્રેમ હતો, ભર જુવાનીમાં મલકતો હતો
અને શરીરે ઘણેજ મનોહર હતો. કરોડે માનતાઓ રાખ્યા પછી તે શેઠને ત્યાં જન્મેલો હતો અને બાળપણથી
૧ દુનિયામાં આ પ્રમાણે દરરોજ લગભગ થાય છે. હર્ષના પ્રસંગો ચાલતા હોય છે ત્યાં એકદમ શેક થઈ આવે છે. અવલોકન કરનારને આ વાતનું સત્ય બરાબર જણાઈ આવશે
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org