________________
પ્રકરણ ૨૬ ] દુખ અને વિકથા. જેનામાં શક્તિ હોય તેણે અહીંથી નાસી છૂટવું સારું છે. આવી વાત સાંભળીને આખા નગરના સર્વ કે ત્યાંથી નાસી ગયા, નગર આખું ઉજડ થઈ ગયું. તીવ્ર રાજા તે લડાઈમાં શત્રુને જીતીને પાછો ચણકપુર આવ્યું ત્યાં ખબર મળી કે ચણકપુર તો આખું ઉજડ થઈ ગયું છે. પછી રાજાએ એ પ્રમાણે હકીકત કેવી રીતે બની તે સંબંધી વિગતવાર તપાસ કરી. તપાસ દરમ્યાન કેઈ માણસે રાજાને જણાવી દીધું કે દુખે ઉપર પ્રમાણે વાત ચલાવી તેને લીધે લેાકો ગભરાઈને અહીંથી નાસી ગયા હતા. આ હકીકત સાંભળીને રાજા દુર્મુખ ઉપર ઘણો ગુસ્સે થયો. રાજાની કુનેહથી ત્યાર પછી આખું નગર ફરીવાર વસી ગયું, પરંતુ દુર્મુખે કેવો ભયંકર અપરાધ કર્યો હતો, રાજ્યવિરૂદ્ધ કેવી ખોટી હકીકત ચલાવી હતી તે લેકમાં સારી રીતે જાહેર કરીને તપાસને પરિણામે રાજાએ આ દુર્મુખને એવી શિક્ષા કરી કે જેને લઈને એના ગળામાં અત્યારે તપાવેલું શીંશું રેડવામાં આવે છે.”
વિસ્થા (દુર્ભાષા) ફળપર પર્યાલોચના. પ્રકર્ષ–અહે મામા! માત્ર ખોટી વાત ચલાવવામાં આ દુર્મુખ આવું ભયંકર કષ્ટ પામે છે!! એ તે બહુ આકરી હકીકત થંઈ કહેવાય !”
વિમર્શ–“ભાઈ પ્રક! એવું કાંઈ નથી. જેની વૃત્તિ નકામી વાતે કરવામાં અને ફેલાવવામાં આસક્ત હોય છે અને જેઓને જીભ ઉપર જરાએ કાબુ હોતું નથી તે દુરાત્માઓને આટલી પીડા થાય તે તો કેણું માત્ર છે? વાણુને જે એવી રીતે તદ્દન મોકળી મૂકી હોય તો તે પ્રાણીઓ સાથે કારણ વગર મોટું ઝેર ઉત્પન્ન કરે છે અને વિનાકારણુ લેકમાં મેટો સંતાપ પેદા કરે છે. “જેઓ બેલવા યોગ્ય જ માપીને બોલનારા હય, જેઓની ભાષા તદ્દન સત્યથી ભરપૂર હોય, જેઓનાં વચન દુનિયાને આનંદ આપ“નાર હોય, જેઓ યોગ્ય કાળે જ બોલતા હોય, જેઓ બુદ્ધિપૂર્વક “વિચારીને જ બેલતા હોય-આવા સર્વ ગુણોથી યુક્ત જેઓની વાણું હોય તેવા પ્રાણીઓ ભાગ્યશાળી છે, મહાત્મા છે, પ્રશંસા ક“રવા યોગ્ય છે, ખરેખરા શાણું છે, સાચી રીતે વંદન કરવા યોગ્ય
છે, સાચી બાબતમાં દઢ સત્ત્વવાળા છે અને જગતમાં અમૃતની ઉપમાને યોગ્ય છે. બાકી જે ઓ પિતાની જીભડીને તદ્દન છૂટી મૂકી “દે છે, ગમે તેવું વખતે કવખતે ભરડી નાખે છે, તેઓને આ દુર્મુખને “થયા તેવા અનર્થો થાય તો તેમાં કાંઈ નવાઈ જેવું લાગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org