________________
પ્રકરણ ૨૫] રમણ અને ગણિકા.
૯૬૩ એ રૂપિયા સાથે લઈને પોતાની વિષયઇચ્છા તૃપ્ત કરવા સારૂ એ કુંદકલિકાના ઘર તરફ જવા માટે નીકળી પડ્યો છે. ત્યાં જવા પહેલાં પિતે સારે લાગે, રૂપાળે લાગે, તે સારૂ આ બધી ટાપટીપ કરી છે. હવે ચાલો આપણે પણ એની પછવાડે જઈએ.”
મકરધ્વજને ભયસાથે પ્રવેશ કામદેવના ભયંકર તીરે,
કુંદકલિકાનું બાહ્યતર રૂપ, એ વખતે એક માણસ પોતાના અનુચર સાથે દૂરથી આવતા અને પિતાના ભાથામાંથી ભયંકર તીરે ખેંચીને ફેંકતે તેમના જોવામાં આવ્યો. એને સુંદર દેખાવ જોઈને પ્રકર્ષ મામાને પૂછ્યું “અરે મામા! મામા! જુઓ તો ખરા, એ રમણને પેલે પુરૂષ દૂરથી ઘણું સખ્ત રીતે તીર મારે છે, એને આપ અટકાવો.” મામાએ જવાબ આપ્યો “ભાઈ ! એ તે મકરદેવજ છે અને આ રાત્રીના વખતે પિતાના મિત્ર ભય સાથે આનંદથી નગરચર્ચા જોવાને નીકળી પડ્યો છે. આખા નગરમાં કાણું પોતાની આજ્ઞા બરાબર પાળે છે, કેણું પિતાની વિરૂદ્ધ છે તેની એ બરાબર પરીક્ષા કરે છે અને તેટલા માટે દરેક પ્રાણીઓ શું બોલે છે, તેનો વેષ કેવો છે, તેઓ મનમાં શો વિચાર કરે છે, તે બધું તે બરાબર તપાસે છે. એ મકરધ્વજ પિતાની
શક્તિથી તીર ફેંકીને ઘાયલ કરી પેલા રમણને ગણિપુષ્પન્યા- કાને ઘરે લઈ જાય છે. એમાં આપણે એ મકરનું કાર્ય. હવજને વારીએ તેવું કાંઈ છે જ નહિ કારણ કે મકર
વજને એ જ ધંધો છે. રમણ અત્યારે પિતાના મનમાં જે અનુભવ કરે છે તે સર્વ આ મકરધ્વજને લઈને જ છે. હવે એના કેવા સંસ્કાર થાય છે તે આપણે જોઈએ. ચાલ ! આ કૌતુક જેવાની ભારે મજા આવશે !” આ પ્રમાણે વાતચીત કરીને મામા ભાણેજ ગણિકાના ઘર તરફ
ગયા, ત્યાં તેઓએ ઘરના દરવાજા પાસે ઠાઠમાઠ મામાને ઉદ્વેગ. કરીને બેઠેલ કુંદકલિકાને જોઈ, એને જોઈને વિમર્શે
પિતાનું નાક મરડ્યું, હોંથી થુંક નાખ્યું, ડોકું હલાવ્યું અને મહોઢું બગાડી ડેક બીજી બાજુ વાળી દીધી. પોતાના મામાને આવી રીતે એકદમ વ્યાકુળ થઈ ગયેલા અને મુખેથી હાહા ઉચ્ચાર
૧ આ નાક મરડવાની હકીકત અને તેનું કારણ કવિએ વખતસર બહુ યોગ્ય રીતે દાખલ કર્યું છે, વિચાર કરવાથી આ પ્રસંગની ખૂબિ સમજાઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org