________________
૯૬૨
ઉપમિતિ ભવપ્રપંચા કથા
રમણ અને ગણિકા, આવો વિચિત્ર દેખાવ અને ભિખારી છતાં ઇચ્છી દેખાવાનો પ્રયત્ન કરનારને જઈ પ્રક સવાલ પૂછ. - પ્રકર્ષ મામા! એ યુવાન માણસ કેણ છે? એ ભાઈસાહેબ ક્યાં જવા નીકળે છે? અને શા માટે એ આવા પ્રકારના વિકારે બતાવે છે?
ધનવાન બાપને પુત્ર, ઇકમાં સર્વ ગુમાવ્યું.
છતાં શેખ ગયે નહિ, વિમર્શ –“ ભાઈ! એની કથા તે ઘણી લાંબી છે, પણ તને એની હકીકતમાંથી થોડી મુદ્દાસરની હકીકત કહી સંભળાવું તે ધ્યાન રાખીને સાંભળઃ આ નગરના રહેવાસી સમુદ્રદત્ત નામના શેઠને એ છોકરે છે, એનું નામ રમણ છે, એ યુવાન છે, બેગ ભેગવવામાં તત્પર છે, બહુ નાનપણથી ગણિકાને છંદે લાગે છે અને એ મૂર્ખ છે કે ગણિકા સિવાય બીજી કઈ બાબતને જરા પણ વિચાર કરતા નથી. એ સમુદ્રદત્તનું ઘર ધન, ધાન્ય, સુવર્ણ, રન વિગેરેથી ભરપૂર હતું અને જાણે કુબેર ભંડારીની સ્પર્ધા કરતું હોય તેવું લાગતું હતું. એવા ધનાઢય ઘરને આ ભાઈસાહેબે ગણિકાના છંદમાં પડીને ધન ધાન્ય વગરનું કરી મૂક્યું છે અને ભાઇશ્રી ખાવે પીવે ટળી ગયા છે. હવે એ પાપી તદન નીરધનીઓ થઈ ગયો છે, તદ્દન ચીંથરેહાલ થઈ ગયો છે, પારકી નોકરી કરે છે, દુનિયામાં હલકે પડી ગયો છે અને એવી રીતે પોતાનાં કર્મને પરિણામે મહા દુઃખી થઈ ગયો છે. પાર; કામ કરતાં આજે એને કઈ જગ્યાએથી અનાયાસે પૈસા મળી ગયા છે એટલે વ્યસને એના ઉપર પાછું પોતાનું જોર ચલાવ્યું છે. તેથી એણે શું શું કર્યું તે તે ભાઇ! તે સર્વ જોયું. આ નગરમાં એક મદનમંજરી નામની પ્રખ્યાત ગણિકા છે તેને અત્યંત રૂપાળી અને જુવાન કંદકલિકા નામની દીકરી છે. એ કુંદકલિકામાં આસક્ત થઈને આ ૨મણે પોતાનો ધનનો જે કાંઇ સંચય હતો તે આખોને આખો પૂરે. કરી દીધું અને જેવો એ ધન વગરનો થયો એટલે એ મદનમંજરીએ એને ઘરની બહાર કાઢી મૂક્યો. છતાં આ રમણ હજુ પણ કુંદકલિકાને સ્વાદ મૂકી શકતા નથી; આજે જેવું તેવું ન ઈચ્છવા જોગ પારકું કામ કરીને એ થોડાક રૂપીઆ લઈ આવ્યો છે એટલે તુરત જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org