________________
ઉઠ
ઉપમિતિ ભવપ્રપંચા કથા,
[ પ્રસ્તાવ ૪
વિવેકના' નામથી સારી રીતે જાણીતા થયેલા છે; એ પર્વત ઉપર ચઢીને આપણે જોશું તે આ ભવચક્ર નગરમાં જે જે અનાવા બને છે તે સર્વ જોવામાં આવી જશે, તે સર્વનેા ઉપર ઉપરના ખ્યાલ જણાઇ આવશે અને ખરાખર અવલેાકન થઇ જશે. માટે ભાઇ ! ચાલ, એ પર્વતપર ચઢી જા, ત્યાં જઈને સર્વે બાબતનું સારી રીતે અવલાકન કરી લે, અને એમાં કોઇ મામત તારા સમજવામાં ન આવે તે હું તારી સાથે જ છું, મને પૂછી જોજે. આવી રીતે આ ભવચક્ર નગરના સમગ્ર બનાવ સમુચ્ચયે તારા જોવામાં આવી જાય તે પછી આગળ જતાં તારા મનમાં ઉત્સુકતા ન રહે ” પ્રકર્ષને પણ મામાની આ સૂચના ઘણી પસંદ આવી. પછી મામા ભાણેજ ખન્ને વિવેક પર્વત પર ચઢી ગયા.
જુગટું
પ્રકર્ષ—(વિવેકપર્વત પર) અહાહા ! મામા! આ તે ઘણે રમણીય પર્વત દેખાય છે! વળી અહીંથી આખું ભવચક્ર નગર ચારે બાજુથી મારાથી દેખી શકાય છે! મામા! તમે યુક્તિ તા ઘણી સુંદર ખતાવી ! હવે મામા! જરા હકીકત પૂછું તે આપ સમજાવે. જુએ પેલા દેવળમાં એક માણસ દેખાય છે, એ તદ્ન નાગા જણાચછે, ધ્યાનમાં પડી ગયેલા લાગે છે, એની ચારે બાજુ માણસા ફરી વળેલા છે, એ તદ્દન કંગાળ જેવા જાય છે, ભુખ્યા તરસ્યા જણાય છે, એના મવાળા છૂટાછવાયા અને આડાઅવળા થઇ ગયેલા છે, એ જાણે ત્યાંથી નાશી જવા ઇચ્છતા હોય એમ એના મુખ પરથી જણાય છે, અને તેટલા માટે એ ચારે તરફ ચકળવકળ જોયા કરતા જણાય છે, એના હાથ ચાક (ખડી) જેવા તદ્દન ધેાળા ફ્ક થયેલા છે અને જાણે તદ્દન પિશાચના આકારને ધારણ કરી રહેલા હાય એવા એ દેખાય છે. મામા ! એ પુરૂષ કોણ છે? ’’
૧ વિવેકને આ પાંચે વિશેષણેા ખરાખર લાગુ પડે છે. એ લોકપ્રવાહથી ઊંચે રહે છે, તદ્ન સફેદ છે, એમાં કોઇ જાતના મળ કે ગેાટાળેા નથી, એની શક્તિ અદ્ભુત છે અને એને વિસ્તાર સમગ્ર વિશ્વઋતુપર છે.
૨ જીગટાના વિષયને અને સટ્ટાને કેટલું સામ્ય છે તે વિચારવા ચાગ્ય છે. ઉપર ઉપરના શબ્દોની જાળમાં ન ફસાઇ જવાય તેા સટ્ટો જેમાં ઉપર ઉપરને નફો તેાટા લેવા દેવાને હેાય છે તેમાં અને જુગારમાં જરા પણ ફેર લાગતા નથી; માત્ર જુગારમાં નફા નુકશાનના નિર્ણય તુરત થાય છે અને સટ્ટામાં રાહ જેવી પડે છે. સટ્ટાને માટેા ભાગ જીંગારમાં જ સમાઇ જાય છે તેમાંના કેટલાકને કાયદેસર રૂપ આપેલા (કરેલા) હેાય છે. આ ખાબત બહુ વિચારવા યોગ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org